GSTV
Home » News » ઉંઝા APMCમાં સત્તાના સુકાન માટે ખરાખરીની જંગ, ચૂંટણીનું મતગણિત છે ખૂબ જ રસપ્રદ

ઉંઝા APMCમાં સત્તાના સુકાન માટે ખરાખરીની જંગ, ચૂંટણીનું મતગણિત છે ખૂબ જ રસપ્રદ

narayan patel bjp

ઉંઝા એપીએમસીમાં સત્તાનું સુકાન મેળવવા માટે જંગ ખરાખરીનો છે. ત્યારે આ ચૂંટણીનું મતગણિત પણ ખૂબજ રસપ્રદ છે. ઉંજા એ.પી.એમ.સીમાં મત ગણિતની જો વાત કરવા માં આવે તો નારાયણ પટેલની ખેડૂત વિભાગની અને વેપારી વિભાગ સહિતની તમામ મંડળી જેમાં 32 મંડળી ખોટી અને થેલા મંડળી હોવાથી સરકારે તેમની તમામ મંડળી રદ કરી છે. જ્યારે હાલમાં દિનેશ પટેલના સમર્થકની 16 મંડળીના 250 મતનું સમર્થન છે.

આ ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં કુલ 16 ઉમેદવાર છે. બંને પક્ષે એટલે કે આશાબેન પટેલના સમર્થક દિનેશભાઇના 8 ઉમેદવારો અને નારાયણ પટેલના પુત્ર સહિત 8 ઉમેદવારો મેદાનમાં છે. ગૌરાંગ પટેલ અને દિનેશ પટેલ આમને સામને ચૂંટણી મેદાનમાં આવશે સાથે વેપારી વિભાગમાં દિનેશભાઇએ 4 ઉમેદવાર સહિત આખી પેનલ ઉભી કરી છે.

જ્યારે ગૌરાંગ પટેલ વેપારી વિભાગમાં બે ઉમેદવારો ઉભા કરી શક્યા નથી. જેથી બે ઉમેદવારની જો હાર થાય તો ગૌરાંગ પટેલ સીધા ચેરમેન બની શકતા નથી. જે જોતા હાલમાં ખેડૂત વિભાગમાં 313 મતદારો છે. જેમાં તાજેતરમાં એક મતદારનું અકસ્માતે મોત થવાથી કુલ 312 મતદારો મતદાન કરશે.

BJP MLA Naran Patel

બીજી તરફ વેપારી વિભાગ માં 1631 મતદારો છે જે પોતાના ચાર ઉમેદવારોને પસંદ કરશે જે જોતા ખેડૂત વિભાગમાંથી 8 ઉમેદવારો અને વેપારી વિભાગમાંથી 4 ઉમેદવારો એક નગરપાલિકાનો ઉમેદવાર સહિત સરકારી બે ઉમેદવારોને જોતા 15 ઉમેદવારો ચેરમેન સહિત વાઇસ ચેરમેનની નિયુક્તિ કરશે.

Read Also

Related posts

ગૌરવ દહિયાના પ્રેમપ્રકરણ કેસ : પીડિતા પહોંચી મહિલા આયોગના શરણે, કરી આ માંગ

Nilesh Jethva

આ દવાખાનામાં જતા પહેલા વિચારજો, સાજા થવાને બદલે પડશો વધુ બિમાર

Nilesh Jethva

ગૌરવ દહિયા પ્રેમપ્રકરણ કેસ,પીડિતાએ મહિલા આયોગ સમક્ષ લગાવી ન્યાયની ગુહાર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!