GSTV
Home » News » આજે ઉંઝા એપીએમસીની ચૂંટણીનું પરિણામ, સવારે નવ વાગ્યાથી થશે મતગણતરીનો પ્રારંભ

આજે ઉંઝા એપીએમસીની ચૂંટણીનું પરિણામ, સવારે નવ વાગ્યાથી થશે મતગણતરીનો પ્રારંભ

એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી પર કોનું રાજ હશે તે ગણતરીના સમયમાં સ્પષ્ટ થઈ જશે. કારણ કે આજે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થવાની છે. આ ચૂંટણી પરિણામને લઈને માત્ર ઉમેદવારો, એપીએમસીના મતદારો જ નહી પરંતુ સમગ્ર મહેસાણા અને ગુજરાતભરના લોકોમાં ઉત્સુકતા છે. કારણ કે યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવનારા અને ધારાસભ્ય બનનારા આશા પટેલનું જૂથ અને નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલનું જુથ આમને સામને છે.

આ બંને જૂથ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ સમાન છે. સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થતા 22 ઉમેદવારોના ભાવી સીલ થઈ ચૂક્યા છે. ખેડૂત વિભાગમાં 100 ટકા મતદાન નોંધાયુ છે જ્યારે વેપારી વિભાગમાં 1632 મતદારો માંથી 1535 મતદારોને મતદાન કર્યુ હતુ. મતદાન બાદ ઉમેદવારોની હાજરીમાં જ મતપેટી સીલ કરાઈ છે.

READ ALSO

Related posts

પોષક ગુણોનો ખજાનો છે સરગવાની શીંગ, ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

Bansari

પતિ-પત્ની વચ્ચે થતી રહેતી હોય ખટપટ, તો ઘરમાં મુકી દો આ મૂર્તિ

Bansari

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!