GSTV
Gujarat Government Advertisement

રાજ્યના વિવિધ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોને સારા પાકની આશા બંધાઈ

વરસાદ

Last Updated on July 11, 2020 by Ankita Trada

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સાવરકુંડલામા ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બે દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જેના લીધે લોકોને અસહ્ય બફારામાંથી પણ રાહત મળી છે. ધીમીધારે વરસાદ થતા ખેડુતોમા ખુશીની લહેર છવાઈ ગઈ છે. સાથે જ રાજકોટના ગોંડલમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ થતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘમહેર જોવા મળી હતી. વરસાદી માહોલ જામતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી

તો આ તરફ જેતપુરમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. ત્રણ દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા અને અનેક રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા જેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. સીઝનનો પ્રથમ વરસાદ સારો વરસતા ખેડૂતોને પણ સારા પાકની આશા બંધાઈ છે.

ભારે પવન સાથે વરસાદ વરસ્યો

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ, સરીગામ, ભીલાડ ખાતે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. નેશનલ હાઇવે નંબર 8 ઉપર વરસાદના કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઇ હતી. ભારે પવન સાથે વરસાદ થતા પંથકમાં શીત લહેર ફેલાઈ હતી. ઠંડુ વાતાવરણ થતા લોકોને ગરમીથી પણ હાશકારો મળ્યો હતો.

Gujarat Government Advertisement

Related posts

અલર્ટ / ભૂલીને પણ ના કરો આ લિંક પર ક્લિક, નહીંતર થઇ જશો કંગાળ: SBIએ તેના ગ્રાહકોને આપી ચેતવણી

Zainul Ansari

Cyber ​​Fraud: જો તમારા ખાતામાંથી પૈસા નીકળી જાય તો ગભરાશો નહીં,આ રીતે પાછી મેળવી શકો છો તમારી મેહનતની કમાણી

Vishvesh Dave

અચાનક રૂપિયાની જરૂર પડી? આ વસ્તુ તમારી પાસે છે તો તરત મળી જશે લોન, જાણી લો જરૂરી વાતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!