GSTV
Gujarat Government Advertisement

તાપી જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદને લઈને 30 ગામોના માર્ગો પર પાણી ફરી વળ્યા, લોકોની મુશ્કેલી વધી

Last Updated on August 13, 2020 by

હવામાન વિભાગ ની આગાહી વચ્ચે સમગ્ર તાપી જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદને લઈ નદીઓમાં ભારે પાણીની આવક થઈ છે. જેને લઈ જિલ્લાના પંચાયત હસ્તકના ગ્રામ્ય વિસ્તારના 30 જેટલા માર્ગો પર પાણી ફરી વળતા બંધ થઈ જતા લોકો એ હાલાકીનો સામનો કરવા નો વારો આવ્યો છે.

સમગ્ર તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પાણી ની આવક થતા નદીઓ બે કાંઠે વહી રહી છે. જેને લઈ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ 30 જેટલા લો લેવલ પુલો પર પાણી ફરી વળતા માર્ગો બંધ થઈ જતા સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકો એ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ વરસાદ ને લઈ ખેડૂતોમાં ખુશી છે તો બીજી તરફ માર્ગો બંધ થતાં લોકો માટે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 53 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!