GSTV

ગુજરાતમાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશહાલી, આ જિલ્લાઓમાં છે આજે વરસાદ

Last Updated on July 4, 2019 by Karan

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ-ગાંધીનગર સહિત દક્ષિણ અને ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. ત્યારે ગોધરા શહેર સહીત પંચમહાલ જીલ્લામાં ગુરુવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદનું આગમન થયું હતુ.

બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો જેના લીધે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. વહેલી સવારથી વરસાદ શરૂ ખેતી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશાલી છવાઇ હતી.

પંચમહાલ જિલ્લા સાથે ઉપરવાસમાં સારો વરસાદ થતાં પાનમ નદીમાં નવા નીર આવ્યા હતા. નવા નીરનાં આગમનથી નદીની આસપાસની જમીનોના કુવા રીચાર્જ થશે અને કુવાના જળસ્તર ઉંચા આવશે. પંચમહાલ જિલ્લામાં સારો વરસાદ પડતા ખેડુતોના ચહેરા પર ખુશી જોવા મળી.

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. શરૂઆતી વાવઝોડા બાદ મોડી રાતથી સમગ્ર જિલ્લામાં વરસાદનું આગમન થયું  ખાનપુર વીરપુર અને બાલાસિનોરમાં તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે કડાણામાં 8mm, સંતરામપુર 10mm જ્યારે લુણાવાડામાં 14mm વરસાદ નોંધાયો છે.

છોટાઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જીલ્લામાં સતત બીજા દીવસે પણ અવિરત વરસાદ વરસ્યો જેના લીધે કેટલાક નીંચાણવાળા રહેણાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બૉડેલીની રામનગર સોસાયટીમાં રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી. જોકે વરસાદના આગમનથી સૌના ચહેરા પર અનેરો આનંદ જોવા મળતો હતો.

ડિસા પંથકમાં ભારે વરસાદનું આગમન થયુ છે. ભારે વરસાદનાં કારણે ખેતરો તળાવ સમાન બની ગયા છે.ડીસાના શેરપુરા, કંસારી, ગુગળ, ઝેરડા, દામા તેમજ અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડયો છે. બોડેલીમાં ધોધમાર વરસાદથી સમગ્ર પંથક પાણીથી તરબતર થઇ ગયો હતો.

નવસારી પંથકમાં ત્રણ દિવસના વિરામ પછી ફરી વરસાદ શરૂ થતા લોકોમાં આનંદ છવાયો છે. વરસાદનું ગણદેવી તાલુકામાં ધીમી ધારે આગમન થતા વાતાવરણ ખુશનુમા બની ગયુ.

READ ALSO

Related posts

કહેર/ ગાંધીનગર સિવિલનાં 12 ડોક્ટર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વેક્સિનનાં બે ડોઝ લીધા બાદ પણ ફ્રન્ટલાઇન વોરિયર્સ વાયરસની ઝપેટમાં

Dhruv Brahmbhatt

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ/ બોપલ-વેજલપુર સહિત આ વિસ્તારોમાં ગયાં તો કોરોના સાથે લઇને આવશો, એક સાથે આ 18 સ્થળોને માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

Bansari

ભાજપે કરી પ્રદેશ કોર ગ્રુપ અને પાર્લામેન્ટ્રી બોર્ડની સત્તાવાર જાહેરાત, રૂપાણી સરકારના આ ચાર મંત્રીઓનો સમાવેશ રાજકીય દ્રષ્ટિએ સૂચક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!