GSTV

ગુજરાતને ભેટ/ સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ સાથે જોડાશે, પીએમ મોદી આજે 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી

દેશના વિવિધ શહેરોને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બ્રોડગેજ રેલવેથી જોડવાનું પીએમ મોદીનું સપનું સાકાર થયું છે. આજે પીએમ મોદી દેશના વિવિધ પ્રદેશો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોડતી આઠ ટ્રેનોનું –લોકાર્પણ કરશે. પીએમ મોદી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આઠ ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે કેવડિયામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયેલ હાજર રહેશે. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલવે સ્ટેશન બન્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોડતી આઠ ટ્રેનોનું –લોકાર્પણ કરશે

આ પ્રોજેક્ટને કારણે નવી રોજગારી અને વ્યવસાયની તકો ઉપલબ્ધ થશે તેમ સરકારનું કહેવું છે. આદિવાસી વિસ્તારોમાં વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે. અને પ્રવાસનને વેગ મળશે. તો ચાંદોદથી કેવડીયા સુધી પ્રથમ ટ્રેન દોડવાની હોવાથી ચાંદોદ રેલવે સ્ટેશન ખાતે તડામાર તૈયારીઓ કરાઈ છે. બ્રોડગેજ રૂપાંતરણની કામગીરી અંતર્ગત ડભોઇના તીર્થક્ષેત્ર ચાંદોદથી કેવડીયા સુધીનો ટ્રેક પણ તૈયાર થઈ ગયો છે. નેરોગેજ રેલવે બંધ થતાં નવા રેલવે સ્ટેશન અને વધુ સુવિધાઓ સાથે ચાંદોદ સજ્જ થયું છે.. નર્મદા નદીના કાંઠે મહત્વના ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થળોને આ ટ્રેનો જોડશે.

સરદાર

પીએમ મોદી આજે આ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે

  • કેવડિયા-વારાણસી સાપ્તાહિક મહામન એક્સપ્રેસ
  • દાદર-કેવડિયા દૈનિક એક્સપ્રેસ
  • અમદાવાદ-કેવડિયા દૈનિક જનસતાબ્દી
  • કેવડિયા-હજરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ સપ્તાહમાં બે વખત
  • કેવડિયા-રીવા સાપ્તાહિક એક્સપ્રેસ
  • ચેન્નાઇ-કેવડિયા સાપ્તાહિક એક્સપ્રેસ
  • પ્રતાપ નગર-કેવડિયા મેમુ દૈનિક
  • કેવડિયા-પ્રતપ નગર મેમુ દૈનિક

મુસાફરોની સરળ યાત્રા માટે ચલાવવામાં આવી રહી છે આ ટ્રેન

આ તમામ ટ્રેન સરદાર વલ્લભભાઈ પટેલની કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મુસાફરોની મુસાફરી સરળ બનાવવાના હેતુથી ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી આ ઉપરાંત અન્ય પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. તેમાં, ડભોઇ, ચાંદોદ અને કેવડિયાના નવું રેલવે સ્ટેશન પણ સામેલ છે.

READ ALSO

Related posts

કોરોના અપડેટઃ સુપર સ્પ્રેડિંગ ઈવેન્ટને રોકવા માટે ભરો કડક પગલાં, કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને આપી આ સૂચના

Karan

રસીકરણ/ હોસ્પિટલ સુધી ના જઇ શકે એવા વૃદ્ધોને કેવી રીતે અપાશે કોરોના વેક્સિન? સરકારે કરી છે આ ખાસ વ્યવસ્થા

Bansari

મોદી ચલાવી રહ્યાં છે એ ટીવીના રિમોટના પાવર કાઢી નાખશે તામિલનાડુ, પીએમના સીએમ આ ચૂંટણીમાં ઘરભેગા થશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!