GSTV

જગત જમાદારની દાદાગીરીઃ પરમાણું હથિયાર નહીં વધારવાના રશિયાના પ્રસ્તાવને ફગાવ્યો, પુતિને આપ્યો આ હતો આ પ્રસ્તાવ

અમેરિકારશિયાના તે પ્રસ્તાવને ઠુકરાવ્યો છે, જેમાં બંન્ને દેશો વચ્ચે પરમાણુ હથિયારો ન વધારવાની સંધિ છે. આ સંધિ થોડા સમય પહેલા સમાપ્ત થઈ ગઈ, ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે, દુનિયાના બંન્ને સુપર પાવર્સ વચ્ચે પરમાણુ હથિયારોને વધારવાની હરિફાઇ થઇ શકે છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) ઓ બ્રાયને કહ્યુ કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ એક વર્ષ માટે ન્યૂ સ્ટાર્ટ સમજુતીને વધારવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્રએ તેનો અસ્વીકાર કરી દીધો છે.

રશિયાના વિદેશ મંત્રીએ રજૂ કર્યો હતો આ પ્રસ્તાવ

ઓ બ્રાયને કહ્યુ કે, અમેરિકા પરમાણુ હથિયારો પર કડકાઇથી પ્રતિબંધ લગાવવાના પક્ષમાં છે. રશિયાએ પોતાના પ્રસ્તાવ પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. આગામી વર્ષે ફેબ્રુઆરીમાં New START (Strategic Arms Reduction Treaty) સમાપ્ત થવાની છે, જેના પર વર્ષ 2010મા સમજુતી થઈ હતી. રશિયાના વિદેશ મંત્રી લેવરોવએ રશિયાના પ્રસ્તાવને રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ આગળની વાતચીત પહેલા કોઈ પૂર્વ શરત રાખવા ઈચ્છતા નથી. જેથી ભવિષ્યની વાતચીતમાં કોઈ સમસ્યા ન આવે.

અમેરિકાને પ્રસ્તાવને નકારી કાઢ્યો

અમેરિકા તરફથી પ્રસ્તાવને નકારતા પહેલા વાતચીતમાં સામેલ માર્શલ બિલિંગ્સલીએ કહ્યુ કે, બંન્ને દેશો જેન્ટલમેન એગ્રીમેન્ટ પર પહોંચી ગયા હતા. પરંતુ ત્યારબાદ રશિયાએ તે કહીને શરતોમાં ફેરફાર કરવાની માગ કરી હતી કે સમજુતીના વિસ્તાર પહેલા હથિયારો પર પ્રતિબંધની પૂર્વ શરત હટાવવામાં આવે. આ મુદ્દા પર અમેરિકાએ પ્રસ્તાવથી હાથ પાછળ ખેંચી લીધા.

Related posts

રાજદ્રોહ કેસમાં કંગના રનૌતને મુંબઈ પોલીસનું સમન્સ, બંને બહેનોની આ દિવસે થશે પૂછપરછ

Mansi Patel

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી ભવિષ્યને બનાવો સુરક્ષિત, જલ્દી ડબલ થઈ જશે તમારા પૈસા

Ankita Trada

Reliance Jio એ લોન્ચ કર્યુ મોબાઈલ વેબ, જાણો યુઝર્સને શું મળશે ફીચર્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!