GSTV

BIG NEWS/ અમેરિકા માટે ઐતિહાસિક દિવસ, આજથી ટ્રમ્પ યુગનો અસ્ત, બાઈડન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ

અમેરિકા માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. કારણ કે, જો બાઈડેને આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. અમેરિકામાં આજથી બાઈડેન યુગની શરૂઆત થઈ ગઈ છે. જો બાઈડેનની સાથે ભારતીય મૂળની કમલા હૈરિસે પણ ઉપરાષ્ટ્રપતિ પદ પર શપથ ગ્રહણ કરી લીધા છે. ત્યારે આજથી અમેરિકામાં એક નવી જ સત્તાનો પ્રારંભ થઇ ગયો છે. આ સાથે જ 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ થયેલી હિંસા બાદ વોશિંગ્ટન ડીસીમાં કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. અંદાજે 25 હજાર નેશનલ ગાર્ડ અમેરિકી રાજધાનીમાં તૈનાત કરી દેવામાં આવ્યાં છે.

અમેરિકામાં આજે નવો દિવસ – જો બાઇડેન

રાષ્ટ્રપતિ પદની શપથ લેતા પહેલાં જ જો બાઇડેને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં આજે નવો દિવસ છે.’

વ્હાઇટ હાઉસમાંથી ટ્રમ્પની વિદાય

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે વ્હાઇટ હાઉસમાંથી વિદાય લઇ લીધી છે. તેઓ આજે છેલ્લી વાર એરફોર્સ વિમાનમાં સવાર થયાં. ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડા માટે જવા રવાના થઇ ગયા છે.

તમને જણાવી દઇએ કે, 46માં રાષ્ટ્રપતિ તરીકે બાઇડેનની શપથવિધિને ધ્યાને રાખી લગભગ 2,00,000 અમેરિકી ઝંડા સાથે રોશનીથી નેશનલ મોલને સજાવી દેવામાં આવ્યો છે. આ સજાવટ નેશનલ મોલથી કેપિટોલ બિલ્ડીંગ સુધી કરવામાં આવી છે. અત્રે મહત્વનું છે કે, જો બાઇડેન-કમલા હેરિસના શપથ ગ્રહણ સમારોહની થીમ અમેરિકા યુનાઇટેડ છે અને અમેરિકી ઝંડાનું પ્રદર્શન તેનો જ એક ભાગ છે.

આ જ ક્રમમાં 1,91,500 અમેરિકી ઝંડાઓને 56 સ્તંભોમાં લગાવવામાં આવ્યાં છે. જેને ‘ફીલ્ડ ઑફ ફ્લેગ્સ’ કહેવાય છે. સ્તંભોને તમામ 50 રાજ્યો અને અમેરિકી ક્ષેત્રોના પ્રતીક સાથે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. સોમવારની રાત્રે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ ઝંડા તે લાખો લોકોની યાદ અપાવે છે કે જેઓના કોરોનાને કારણે મોત નિપજ્યા હતાં.

હું નવી સરકારને શુભકામના પાઠવું છું – ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતુ કે, ‘છેલ્લાં 4 વર્ષ ખૂબ જ શાનદાર રહ્યાં. અમે એકસાથે ઘણું બધું હાંસલ કર્યું છે. હું મારા પરિવાર, મિત્રો અને સ્ટાફને ધન્યવાદ કહેવા ઇચ્છીશ. આ પરિવારે કેટલું કામ કર્યું છે તે લોકોને નથી ખબર.’ વધુમાં જણાવ્યું કે, ‘આપણે વિશ્વના મહાન દેશ અને ઇકોનોમી રહી ચૂક્યાં છે. કોરોના મહામારીથી ખૂબ નુકસાન થયું છે પરંતુ આપણે 9 મહીનામાં જ કોરોનાની વેક્સિન બનાવી દીધી.’ ટ્રમ્પે લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે, ‘હું આપની માટે લડીશ. હું જોઇશ. આ દેશનું ભવિષ્ય આનાથી વધારે સારું નથી રહ્યું. હું નવી સરકારને શુભકામના પાઠવું છું.’

જાણો ટ્રંપને બાઈડને કેટલાં મતથી હરાવ્યા હતાં

ડેમેક્રેટિક ઉમેદવાર જો બાઈડન ડોનાલ્ડ ટ્રંપને હરાવી રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી ગયા છે. ત્યારે આજે બાઈડેને અમેરિકામા 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. જણાવી દઈએ કે, ચૂંટણીમાં બાઈડેનને 209 ચૂંટણીલક્ષી મત મળ્યા, જ્યારે ડોનાલ્ડ ટ્રંપને 214. બહુમત માટે 270નો જ આંકડો છે. ડેમોક્રેટના ઉમેદવાર જો બાઈડેનને કુલ 74,847,834 મત મળ્યા. જોકે, કુલ મતોના 50.6 ટકા છે. બીજી તરફ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 47.7 ટકા મત શેર સાથે 70,591,531 મત મળ્યા છે.

અમેરિકામાં આજનો દિવસ ‘ઇનૉગ્યુરેશન ડે’ તરીકે પણ ઓળખાય છે, શું છે ઇનૉગ્યુરેશન?

‘ઇનૉગ્યુરેશન’ એ એક સત્તાવાર કાર્યક્રમ છે જેની પૂર્ણાહુતિની સાથે રાષ્ટ્રપતિના કાર્યકાળનો ઔપચારિક પ્રારંભ થાય છે. આ કાર્યક્રમ વૉશિંગ્ટન DC ખાતે યોજાય છે. કાર્યક્રમની એક માત્ર જરૂરિયાતના ભાગરૂપે રાષ્ટ્રપતિ હોદ્દા અને પદની શપથ ગ્રહણ કરે છે.

આ શપથમાં નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ કહે છે કે, “હું પૂર્ણ નિષ્ઠા સાથે શપથ લઉં છું કે મારી પૂરી ઇમાનદારી સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની જવાબદારી નિભાવીશ. હું પૂર્ણ ક્ષમતા સાથે અમેરિકાના બંધારણનું સંરક્ષણ, સુરક્ષા અને બચાવ કરીશ.” આજે જો બાઇડનના આ વાક્ય ઉચ્ચારણની સાથે જ તેઓ અમેરિકાના 46માં રાષ્ટ્રપ્રમુખ બની ગયા કહેવાય અને ઇનૉગ્યુરેશન પણ પૂર્ણ થઈ ગયું કહેવાય.

બાળપણથી યુવા અવસ્થા સુધી બાઇડેને અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો

ઘણી વાર જીવન આપણી આકરી પરીક્ષા લે છે. જ્યારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ગરીબી, દુઃખનો પહાડ અને અથાગ જવાબદારીઓ આપણા સ્વપ્નોને દબાવી દે છે, ત્યારે બાઈડેન જેમ ઘણા લોકો સંઘર્ષ કરી જીત મેળવે છે. આવા સમયે સમગ્ર વિશ્વ તેમની પ્રશંસા કરતા સલામી આપે છે. અમેરિકાના પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડનનું જીવન પણ આ માટે એક આદર્શ છે. બાળપણથી યુવા અવસ્થા સુધી તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

પિતા ભઠ્ઠીઓની સફાઈ કરતા, જો બાઈડને પોતે સ્કૂલની બારીઓ સાફ કરતા

વિશ્વના સૌથી શક્તિશાળી દેશના સર્વોચ્ચ પદે બેસવા જતા જો બાઈડનનો જન્મ 20 નવેમ્બર 1942 સ્ક્રેંટન, પેન્સિલ્વેનિયા, અમેરિકામાં થયો હતો. તેમનું સંપૂર્ણ નામ જોસેફ રૉબિનેટ બાઈડેન જૂનિયર છે. તેમના પિતાનું નામ જોસેફ આર. બાઈડેન હતું જેઓ એક મધ્યમ પરિવારમાંથી આવતા હતા. જો બાઈડેનના પિતા ગુજરાત ચલાવવા ભઠ્ઠીઓની સફાઈ કરવાનું કામ કરતા, આ સાથે તેઓ સેકન્ડ હેન્ડ કારના સેલ્સમેનનું કામ પણ કરતા. આ રીતે તેમણે પોતાના દીકરાના અભ્યાસ કરાવ્યો. અભ્યાસને ચાલુ રાખવા બાઈડેન પોતાની જ સ્કૂલની બારીઓની સફાઈ કરવાનું કામ કરતા.

ભણતા સમયે જ પ્રેમમાં પડ્યા

બાઈડેન 13 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર પેન્સિલ્વેનિયાથી ન્યૂ કૈસલ કાઉન્ટી, ડેલાવેયરમાં શિફ્ટ થયો હતો. અહીં ડેલાવેયર યુનિ.માં તેમણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. અહીં જો બાઈડેનના જીવનમાં નેલિયા હંટરની એન્ટ્રી થઈ, જેમની સાથે બાઈડેન પ્રેમમાં પડ્યા. જે પછી 1968માં બાઈડને સિરેક્યૂજ યુનિ.થી કાયદાની ડિગ્રી મેળવી વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી અને નેલિયા સાથે લગ્ન કરી લીધા. જે પછી તેમણે રાજકરણમાં પણ રસ લેવાનું શરૂ કર્યું. જે પછી 1970માં ન્યૂ કૈસલ કાઉન્ટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયા.

પ્રથમ પત્ની અને દીકરીનું અકસ્માતમાં મોત થયું

વર્ષ 1972માં 29 વર્ષની વયે ડેલાવેયરથી અમેરિકન સિનેટ માટે ચૂંટાયા. આ સમયે તેમની માટે ગર્વની વાત એટલે હતી કે તેઓ અમેરિકન ઈતિહાસના પાંચમા સૌથી ઓછી વયના સીનેટર બન્યા હતા. પરંતુ ત્યારે જ તેમની પર દુઃખનો પહાડ તૂટ્યો. એક અકસ્માતમાં તેમની પત્ની અને દોઢ વર્ષની દીકરીનું મોત થયું અને બંને દીકરા ઈજાગ્રસ્ત થયા હતા. જે પછી તેઓ સિંગલ ફાધર તરીકે દીકરાઓનો ઉછેર કરવા લાગ્યા પરંતુ સાથે તેઓ ઘણા ડિપ્રેશનમાં રહેતા હતા તથા આત્મહત્યાના વિચારોનો 5 વર્ષ સુધી સામનો કરતા રહ્યાં.

તણાવમાં અમુક વર્ષો કાઢ્યા બાદ કર્યા બીજા લગ્ન

5 વર્ષ બાદ તેમણે જિલ જેકબ્સ સાથે બીજા લગ્ન કર્યા અને તેમનું જીવન ફરી ટ્રેક પર આવવા લાગ્યું. તેઓ ઘણા વર્ષો સુધી રાજકરણમાં મહેનત કરતા રહ્યાં પરંતુ ફરી તેમના જીવનમાં મોટો ઝાટકો આપનારી ઘટના બની. તેમના દીકરા અને ડેમોક્રેટિક રાઈઝિંગ સ્ટાર એવા બ્યૂનું 46 વર્ષની વયે 2015માં બ્રેન કેન્સરના કારણે નિધન થયું. બાઈડેન હિંમત હાર્યા નહીં અને પોતાની સ્થિતિ સંભાળી. તેમના દીકરાનું અમેરિકન રાષ્ટ્રપતિ બનવાનું સ્વપ્ન હતું, જેને પૂર્ણ કરવા બાઈડેને મહેનત કરી અને 77 વર્ષની વયે પોતે અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા.

READ ALSO

Related posts

કોંગ્રેસેને એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતી, વધુ એક બેઠક ગુમાવવાનો આવ્યો વારો: AMCની પૂર્વ વિસ્તારની એક બેઠક ભાજપને ફાળે

pratik shah

અંબાણી પર સંકટના વાદળ? ‘મુકેશભાઈ આ તો માત્ર ટ્રેલર હતું’, શંકાસ્પદ કાર માંથી મળી ચિઠ્ઠી

Pritesh Mehta

આ ગામમાં રહે છે અરબપતિ બિલ ગેટ્સની દીકરી, ગરીબીના કારણે નથી જઈ શકતી શાળાએ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!