GSTV
News Trending Ukraine crisis 2022 World

અમેરિકાની યોજના/ યુદ્ધમાં ઝેલેન્સકીનું મૃત્યુ થાય તો પોલેન્ડમાંથી નિર્વાસન સરકાર ચાલશે

રશિયા-યુક્રેન યુદ્ધ 12 દિવસથી ચાલી રહ્યું છે. મિસાઈલ હુમલામાં યુક્રેનના કેટલાય શહેરો તબાહ થઈ ગયા છે. રશિયન સેનાએ રાજધાની કિવને નિશાન બનાવ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ઘણી વખત પોતાના જીવને ખતરો વ્યક્ત કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઇરાદા મજબૂત છે. આ બધાની વચ્ચે અમેરિકાએ રશિયાની આકાંક્ષાઓને બરબાદ કરી દીધી છે. વાસ્તવમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે યુક્રેન પાસે એક એવી યોજના છે જે મુજબ જો હુમલામાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો જીવ જાય તો પણ યુક્રેનમાં વર્તમાન સરકાર ચાલુ રહેશે.

એક રિપોર્ટ અનુસાર યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે જો ઝેલેન્સકીની સેનાનો પરાજય થાય તો પણ પોલેન્ડમાંથી નિર્વાસિત સરકાર કામ કરી શકે છે.અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, યુક્રેનિયનોની યોજના છે જેના વિશે હું ડીટેલ શેર નથી કરી શકતો, પરંતુ આ વાત નક્કી છે કે યુક્રેન સરકારની કામગીરી ચાલુ રહેશે તે કોઈપણ રીતે થશે.

ઝેલેન્સકી ક્યાં છે?

યુદ્ધની વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ક્યાં છે તેની માહિતી આપવામાં આવી રહી નથી. ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે તે દેશની રાજધાની કિવ નહીં છોડે. તેણે એમ પણ કહ્યું કે આ હુમલો તેના અને તેના પરિવારના જીવન માટે સીધો ખતરો છે. યુક્રેનના અધિકારીઓએ દાવો કર્યો છે કે ઝેલેન્સકી કિવમાં છે.

તમે મને છેલ્લી વાર જીવંત જોઈ રહ્યા છો…

રશિયન હુમલાઓ વચ્ચે રવિવારે અમેરિકી ધારાશાસ્ત્રીઓ સાથે વાત કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે જો તેમને પશ્ચિમી દેશોની મદદ નહીં મળે તો રશિયાને રોકવું અત્યંત મુશ્કેલ હશે. ઝેલેન્સકીએ ખૂબ જ ભાવુક રીતે કહ્યું, ‘જો મદદ ન મળે તો તમે મને છેલ્લી વાર જીવતો જોઈ રહ્યા હશો.’ તમે આ તસવીરમાં યુદ્ધની આ દુર્ઘટના જોઈ શકો છો. ઝેલેન્સકીની અપીલ પર, અમેરિકા અને નાટોએ રવિવારે યુક્રેનને 17,000 એન્ટિ-ટેન્ક મિસાઇલો અને અન્ય હથિયારોનો માલ મોકલ્યો હતો.

READ ALSO:

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV