GSTV
India News World ટોપ સ્ટોરી

ભારત અને ચીન વચ્ચે સરહદે અથડામણ બાદ યુએનની વધી ચિંતા, બંને દેશોને આપી આ સલાહ

ભારત અને ચીન વચ્ચે લદ્દાખના પૂર્વ હિસ્સામાં ગલવાલ ખીણ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 15મે ની મોડી રાત્રે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 સૈનિકો શહિદ થયા હતા. જેને પગલે, ભારત ચીન સરહદ પાર તણાવની સ્થિતિ વચ્ચે આંતરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા પ્રસરી છે.

આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ હલચલ

પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ હલચલ મચાવી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રએ ભારત અને ચીન વચ્ચે એલએસી પર થયેલી હિંસા અને મોત મામલે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બંને દેશોને વધુમાં વધુ સંયમ જાળવી રાખવાની અપીલ કરી છે.

એલએસી પર હિંસા અને મોત મામલે UNમાં ચિંતા

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ભારત અને ચીન વચ્ચે એલએસી પર હિંસા અને મોત મામલે અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ અને બંને પક્ષોને સંયમ જાળવી રાખવાની સલાહ આપીએ છીએ. અમેરિકાના ગૃહ વિભાગે હિંસામાં શહીદ થયેલા ભારતના જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. 

અમેરિકાએ પણ શાંતિ જાળવવા આપી સલાહ

અમેરિકાએ જણાવ્યું કે ભારત અને ચીન બંનેએ પાછળ હટવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને અમે હાલની સ્થિતિમાં શાંતિપૂર્ણ સમાધાનનું સમર્થન કરીએ છીએ. 2 જૂનના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં બંને દેશોએ ભારત અને ચીનની સરહદ પરની સ્થિતિ મુદ્દે ચર્ચા કરી હતી. અમે એલએસી પર ભારત અને ચીનના સૈન્યની સ્થિતિને મોનિટર કરી રહ્યા છીએ.

Related posts

અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું

pratikshah

BIG NEWS: ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમને મળી સફળતા! દેહવિક્રયમાં ધકેલાઈ રહેલી ત્રણ બાળાઓને બચાવી, એક નરાધમને પણ દબોચ્યો

pratikshah

સ્પ્રિંગ બ્રેક: ચીનમાં ‘પ્રેમ’ કરવા માટે વિદ્યાર્થીઓને મળશે એક સપ્તાહની રજા, કોલેજો કેમ કરી રહી છે આવા સ્ટંટ

Padma Patel
GSTV