GSTV

Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર

Last Updated on December 2, 2021 by Vishvesh Dave

આતંકવાદના આરોપમાં કાશ્મીરના ખુર્રમ પરવેઝની ધરપકડને લઈને ગુરુવારે યુએનના નિવેદન પર ભારતે પ્રતિક્રિયા આપી છે. વાસ્તવમાં, સંયુક્ત રાષ્ટ્રે ખુર્રમની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી અને તેની મુક્તિની માંગ કરી. ભારતે સંયુક્ત રાષ્ટ્રની ટિપ્પણી પર સખત વાંધો ઉઠાવ્યો અને એક નિવેદનમાં કહ્યું કે યુએન હાઈ કમિશનરના પ્રવક્તાના નિવેદન પાયાવિહોણા છે.

India must release Kashmiri human rights activist Khurram Parvez: UN experts
ખુર્રમ પરવેઝ

ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ નિવેદન દર્શાવે છે કે જે રીતે ભારત સીમા પારના આતંકવાદનો સામનો કરી રહ્યું છે અને તેના કારણે અમારા લોકોના માનવાધિકારો પ્રભાવિત થઈ રહ્યા છે, તેનો તેમને અંદાજ પણ નથી.

ખુર્રમ પરવેઝની ધરપકડને યોગ્ય ઠેરવતા નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતની સાર્વભૌમત્વ અને તેના નાગરિકોની સુરક્ષા માટે અમારી સંસદ દ્વારા UAPA જેવા રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમો ઘડવામાં આવ્યા છે.” નિવેદનમાં ઉલ્લેખ કરાયેલી ધરપકડ ભારતના કાયદા હેઠળ કરવામાં આવી છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ ઑફિસે માનવ અધિકારો અને આતંકવાદ વિશે તેની સમજણને વધુ વિકસિત કરવી જોઈએ.

ખુર્રમ પરવેઝની 22 નવેમ્બરે UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. યુએન હાઈકમિશનર ફોર હ્યુમન રાઈટ્સ દ્વારા બુધવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતીય આતંકવાદ વિરોધી અધિનિયમ UAPA હેઠળ કાશ્મીરી માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની ધરપકડથી અમે ખૂબ જ ચિંતિત છીએ.”

આ આરોપો હેઠળ ખુર્રમ પરવેઝ પર નોંધવામાં આવ્યો છે મામલો- એરેસ્ટ મેમો અનુસાર, ખુર્રમ પરવેઝ પર અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ ઘણી ગંભીર કલમો લગાવવામાં આવી છે. ખુર્રમ પર ભારતીય દંડ સંહિતાની કલમ 120B (ગુનાહિત ષડયંત્રનો ભાગ બનવું) અને કલમ 121 (ભારત સરકાર સામે યુદ્ધ કરવું) જેવી ગંભીર કલમોનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

UAPA હેઠળ, કોઈપણ વ્યક્તિને કોઈપણ આરોપ વિના 6 મહિનાથી વધુ સમય માટે જેલમાં રાખી શકાય છે. સંયુક્ત રાષ્ટ્રે ભારતના આતંકવાદ વિરોધી કાયદા પર ઘણી વખત સવાલ ઉઠાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ એ પણ કહ્યું છે કે આ કાયદામાં સુધારો કરીને તેને આંતરરાષ્ટ્રીય માનવાધિકારના સ્તર પર લાવવામાં આવે.

IPL

ALSO READ

Related posts

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!