GSTV
Home » News » માનવામાં ન આવે તેવું અનોખું ઝાડ, આ ઝાડ પર 1, 2 નહીં પણ આવે છે આટલા ફળ

માનવામાં ન આવે તેવું અનોખું ઝાડ, આ ઝાડ પર 1, 2 નહીં પણ આવે છે આટલા ફળ

સામાન્ય રીતે એવું જ માનવામાં આવે છે કે એક ઝાડ પર એક જ ફળ આવે છે, પરંતુ એવું નથી. પરંતુ દુનિયામાં એક જગ્યા એવી છે કે, જ્યાં એક ઝાડ પર 40 ફળ આવે છે. આ વાત માનવામાં નહીં, આવે પણ છે હકીકત. અમેરિકાના એક વિઝયુઅલ આટર્સ પ્રોફેસરે એક છોડ તૈયાર કર્યો છે, જેના પર 40 પ્રકારના ફળ આવે છે.

આ ઝાડનું નામ ટ્રી ઓફ 40થી મશહૂર છે. તેમાં બેર, સતાલુ, ખુબાની, ચેરી અને સેક્ટરાઈન જેવાં ફળો આવે છે. તેની કિંમત સાંભળીને તમારા હોશ પણ ઊડી જશે. આ ટ્રી ઓફ 40ની કિંમત લગભગ 19 લાખ રૂપિયા છે. અમેરિકાની સેરાક્યૂઝ યુનિવર્સિટીમાં વિઝયુઅલ આટર્સના પ્રોફેસર સેમ ર્વાન એકેને આ ઝાડને જન્મ આપ્યો છે.

આ ઝાડને વિકસિત કરવા માટે તેમણે વિજ્ઞાનનો સહારો લીધો છે. તેમણે આ કામની શરૂઆત 2008માં કરી હતી, જ્યારે તેમણે ન્યૂયોર્ક રાજ્ય કૃષિ પ્રયોગમાં એક બગીચાને જોયો, જેમાં 200 જેટલા બેર અને ખુબાની ઝાડ હતા. જોકે આ બગીચો ફંડના કારણે બંધ થવાનો હતો, જેમાં કેટલીક પ્રાચીન અને અગમ્ય છોડની પ્રજાતિઓ હતી.

આ પ્રોફેસરનો જન્મ ખેતી સાથે સંબંધ ધરાવતા પરિવારમાં થયો હતો, માટે તેને ખેતીમાં રસ વધુ હતો. તેમણે આ બગીચાને લીઝ પર લઈ લીધો અને ગ્રાફ્ટિંગ તકનિકની મદદથી ટ્રી ઓફ 40 જેવાં અદ્ભુત ઝાડ ઊગાડવામાં સફળતા હાસિલ કરી. ગ્રાફ્ટિંગ તકનીક દરમિયાન ઝાડને તૈયાર કરવા માટે શિયાળામાં તેની એક ડાળી કાપવામાં આવે છે.

ત્યારબાદ આ ડાળીને મુખ્ય ઝાડમાં કાણું પાડીને તેમાં લગાવવામાં આવે છે. તેમાં જોડાયેલી જગ્યા પર પોષક તત્વોનો લેપ લગાવ્યા બાદ તેને પટ્ટી બાંધવામાં આવે છે. ત્યારબાદ ધીરેધીરે ડાળ મુખ્ય ઝાડ સાથે જોડાય જાય છે અને તેમાં ફળ-ફૂલ આવવા લાગે છે.

Read Also

Related posts

VIDEO: અચાનાક દેખાયો 13 ફૂટનો કિંગ કોબ્રા, મચી ગયો હડકંપ….

pratik shah

ભારતીય નેવીનાં છે જવાનોએ ખેડ્યું અદભૂત સાહસ, માત્ર નવ દિવસમાં પૂર્ણ કર્યું આ સાહસ

pratik shah

નશાં ધૂત હતી મહિલા, ક્લબમાં અમીર યુવાનોએ કર્યું એવું કે તમામ ઘટના CCTVમાં થઈ કેદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!