1001 છિદ્રોવાળુ આ શિવલિંગ ભક્તોની અકાળ મૃત્યુથી કરે છે રક્ષા, જાણો મહિમા

મધ્ય પ્રદેશના રીવા શહેરમાં સ્થિત એક શિવલિંગ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યાં છીએ જેમાં 1001 છેદ છે. રીવા શહેરમાં સ્થિત મહામૃત્યુંજય મંદિરમાં આ અદ્ભૂત શિવલિંગ જોવા દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરમાં ભગવાન શિવની પૂજા મૃત્યુંજયના રૂપમાં કરવામાં આવે છે.

લોકમાન્યતા છે કે અહીં કોઈ શિવભક્ત સાચા મનથી ભગવાન પાસે કંઈક માંગે છે તો તેની મનોકામના આવશ્ય પૂર્ણ થાય છે અને એવુ પણ કહેવાય છે કે અહીં ફક્ત દર્શન કરવાથી દરેક રોગ દૂર થઇ જાય છે અને શારીરિક પીડામાંથી મુક્તિ મળે છે.

આ શિવલિંગની બીજી એક ખાસિયત છે કે શિવલિંગ સફેદ રંગનુ છે અને તેના પર કોઈ પણ મોસમનો કોઈ પ્રભાવ પડતો નથી.

માન્યતાઓ મુજબ, 1001 છિદ્રવાળુ આ સફેદ શિવલિંગ અકાળ મૃત્યુથી પોતાના ભક્તોની રક્ષા કરે છે. કહેવાય છે કે ભોળાનાથના આ મંદિરમાં મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી અકાળ મૃત્યુને રોકી શકાય છે.

માનતા પૂર્ણ થવાથી અહીં નારીયેળ બાંધવાની પ્રથાનુ પાલન કરવામાં આવે છે અને આ સાથે જ શિવલિંગ પર બિલીપત્ર પણ અર્પણ કરવામાં આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter