આ સરપંચનો આઠમો ફેરો દુનિયા માટે મિશાલ બની ગયો, જાણો કઈ રીતે

દેશમાં બેટી બચાવો, બેટી પઢાવોના નારા તો જોર જોરથી લગાવવામા આવી રહ્યાં છે. પરંતુ તેનું અમલીકરણ કેટલાં અંશે થાય છે એ તમે જાણો જ છો. એક સરપંચે અત્યંત અલગ રીતે લગ્ન કરીને દુનિયા સમક્ષ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. અને જ્યારે વરરાજાએ પોતાનો નિર્ણય સંભળાવ્યો ત્યારે બધા જોતા રહ્યા અને ત્યારે છોકરીનાં માતા પિતા તેમજ ગામના લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.

હરિયાણાનાં રોહતક જીલ્લાનાં કાલપૂરમાં ગામનાં સરપંચે લગ્ન કર્યાં છે અને સાથે સાથે ભૃણ હત્યાં અટકાવવાનો પણ સંદેશ આપ્યો. એ એવી રીતે કે લગ્નમાં સાત ફેરાની જગ્યાએ આઠ ફેરા ફર્યો અને આઠમો ફેરો આ સંદેશ આપવા માટે ફર્યો. દરેક વ્યક્તિએ સરપંચની આ પહેલની પ્રશંસા કરી. તેનું નામ છે વિનોદ કુમાર.

15 ડિસેમ્બરે સુનિતા સાથે સરપંચ વિનોદકુમારે લગ્નમાં સાત ફેરાની સાથે સાથે આઠમો ફેરો કન્યાના જીવન માટે પણ ફર્યો. આઠમું વચન દીકરી બચાવવા એટલે કન્યા ભૃણ હત્યા ન કરવાનું આપ્યું. લગ્ન સમારંભમાં કલાનૌરના ધારાસભ્ય શંકુંતલા ખટ્ટક સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter