GSTV
Home » News » ગુજરાતના આ ત્રણ ગામોમાં થાય છે અનોખા લગ્ન, જાણીને તમે પણ ચોકી જશે

ગુજરાતના આ ત્રણ ગામોમાં થાય છે અનોખા લગ્ન, જાણીને તમે પણ ચોકી જશે

આ વાત છે એક એવી આદિવાસી પરંપરાની જ્યાં લગ્ન તો થાય છે પરંતુ આ ત્રણ ગામોમાં વરરાજા ન તો જાન જોડીને જાય છે ન તો આ ગામમાં કોઇની જાન આવે છે. આખરે એવું તો શું કારણ છે કે આ ગામના એક પણ યુવક લગ્નની જાન જોડીને જવાનો લ્હાવો નથી લેતા.

સાંભળીને જ થોડું વિચિત્ર લાગે પરંતુ આદિવાસી સમાજના લોકો પોતાની પરંપરા, વિવિધ રિતરિવાજો અને માન્યતાને સદીઓથી અનુસરતા આવ્યા છે અને અનુસરશે. વાત છે છોટા ઉદ્દેપુર જિલ્લાના સુરખેડા, અંબાલા અને સનાડા ગામની જ્યાં આવો જ રિવાજ છે કે વરરાજા ક્યારેય જાન જોડીને ન જાય. તેની બહેન જાન લઇને જાય. કન્યા સાથે ફેરા ફરે અને પોતાની ભાભીને લઇને આવે.

આ વિચિત્ર રિવાજ શા માટે તેવો સવાલ ચોક્કસપણે થાય તો તેનું પાછળનું કારણ છે સુરખેડા, અંબાલા અને સનાડા ગામના કુળદેવતા. આ ગામના કુળદેવતા કુંવારા છે જેથી ગામનો કોઇ યુવક પોતે જાન જોડીને જતો નથી.કે આ ગામમાં કોઇ યુવકની જાન આવતી નથી.

બીજી વિચિત્ર લાગે તેવી પરંપરા એ પણ છે કે આદિવાસી સમાજના આ લોકોના લગ્ન બ્રાહ્મણ દ્વારા નહીં પરંતુ પટેલ પૂજારા દ્વારા કરવામાં આવે છે. આ લોકોની માન્યતા છેકે જો તેમની આ પરંપરાને તોડવામાં આવે તો કંઇક અઘટિત ઘટના બને છે અને આમને આમ આ પરંપરા સદીઓથી ચાલી આવી છે.

READ ALSO

Related posts

ગુજરાતના આ ધારાસભ્યએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

વડોદરાની પાનેલી કંપનીમાં સાત જેટલા કર્મચારીઓને આંખોની રોશની જતી રહી, ત્રણની હાલત ગંભીર

Nilesh Jethva

લોકસભા સ્પીકરની સેલેરી કેટલી હોય છે જાણો છો? સુવિધાઓ તો એટલી બધી મળે છે કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!