GSTV

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

લગ્ન તો તમે ઘણા બધા જોયા હશે, પણ મધ્ય પ્રદેશના સિહોરમાં એક એવા લગ્ન થયાં છે, જે હમણા ખૂબ ચર્ચામાં છે. આ લગ્નમાં ન તો કોઈ ફેરા લેવામાં આવ્યા છે, ન તો કોઈ મંગળસૂત્ર પહેરાવામાં આવ્યું છે અને ન તો સિંદૂર ભરવામાં આવ્યું છે. આ અનોખા લગ્નમાં વરવધુએ દેશના સંવિધાનની શપથ લઈ જીવનભર એકબીજાનો સાથ નિભાવવાનો સંકલ્પ લઈ વિવાહીત જીવનની શરૂઆત કરી હતી.

સિહોર શહેરના ભારતી નગર નિવાસી વિષ્ણુપ્રસાદ દોહરેના પુત્ર હેમન્ત અને જયરામ ભાસ્કરની પુત્રી મધુના અનોખી રીતે લગ્ન થયા છે. આ લગ્નને જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા હતા. જાનમાં વરરાજા હાથમાં સંવિધાનની કોપી લઈને ચાલી રહ્યા હતા. વરવધુના સ્ટેજ પર બુદ્ધ અને ડૉ.આંબેડકરની તસ્વીર રાખવામાં આવી હતી. જેને સાક્ષી માની કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ વરવધુને સંવિધાનની પ્રસ્તાવનાના શપથ લેવડાવામાં આવ્યા હતા, ત્યાર બાદ જીવનભર એકબીજા સાથે રહેવાનો સંકલ્પ લઈ લગ્નની વિધિ પૂર્ણ કરી હતી.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!