GSTV
Ajab Gajab Trending World

છ લાખની પ્લાસ્ટીક બોટલોની મદદથી બનાવ્યું ઘર, વીડિયો જોઈ તમે પણ કહેશો વાહ

અત્યાર સુધી તમે ઈંટ-પત્થરોથી જ ઘર બનતા જોયુ હશે પરંતુ શું તમે ક્યારેય એવુ સાંભળ્યુ છે કે પ્લાસ્ટિકની બોટલોથી ઘર બનાવ્યુ હોય. જી હા કેનેડામાં  કઈ આવુ જ જોવા મળ્યુ હતુ જે હવે આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે. અહીં લગભગ છ લાખ બોટલોને રિસાઈકલ કરી અનોખુ ઘર બનાવવામાં આવે છે.

મેટાગન નદીના કિનારા પર આ ઘરમાં ત્રણ રૂમ છે તેની સાથે ઘરમાં એક કિચન, બાથરૂમ અને અગાષી પણ છે. આ ઘર બહારથી જોવામામાં ભલે સાધારણ લાગે પણ અંદરથી તે ખુબ જ સુંદર છે, જેમાં તમામ સુવિધાઓ હાજર છે.

આ અનોખા ઘરને જોએલ જર્મન અને ડેવિડ સઉલનિર નામની કંપનીએ મળીને બનાવ્યુ છે. કંપનીના જણાવ્યા અનુસાર ઘરની દિવાલો ખાસ પ્રકારના ફોર્મથી બનાવવામાં આવી છે. જેને પીઈટી કહેવાય છે.  તેને બનાવવા માટે પ્લાસ્ટીક કચરાઓને રિસાઈકલ કરીને તેને ચોરસ આકાર આપવામાં આવ્યો છે.

કંપનીના જણાવ્યા અનુસાર ઘરની દીવાલો 15 સેમી અટલે કે 5.9 ઈંચ મોટી છે, જે કઠોર થી કઠોર મોસમનો સામનો કરી શકે છે. આ સિવાય ઘરની દીવાલો 326 માઈલ પ્રતિ કલાકની સ્પિડે ચાલનાર હવાઓનો સામનો કરવા માટે સક્ષમ છે.

આ ઘરને અસેંબલ કરવામાં માત્ર 14 કલાકનો સમય લાગે છે. તેને બનવવામાં લગભગ બે કરોડ 75 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. જેમાં સોફા, બેડ એસી જેવી તમામ સુવીધાઓ પણ શામેલ છે.

READ ALSO

Related posts

Amitabh-Jaya Anniversary/ પિતાની આ શરત પર કર્યા હતા લગ્ન, જણાવ્યું સફળ લગ્નજીવનનું રહસ્ય

Siddhi Sheth

જાણો બાફેલા દેશી ચણા ખાવાના ફાયદા, દિવસમાં એક વખત ભોજનમાં કરો સામેલ

Hina Vaja

તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો

Siddhi Sheth
GSTV