અહીં મૃતદેહો પાસેથી વસૂલાય છે ચિતા સળગાવવાના પૈસા, કહાની જાણી માથુ ચકરાઇ જશે

ભારતમાં ઘણી એવી જગ્યા છે, જેના વિશે આપણામાંથી ઘણા લોકો જાણતા નથી. આજે ભારતની એક એવી જગ્યા વિશે અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ. અહીં સ્મશાન ઘાટ પર આવનારા દરેક મૃત વ્યક્તિને ચિતા પર ઉંઘાડતા પહેલા પદ્ધતિસર ટેક્સ વસૂલવામાં આવે છે. સ્મશાન ઘાટ પર મૃતદેહો પાસેથી પૈસા વસૂલવાની કહાની પણ ઘણી રસપ્રદ છે.

આમ તો કાશીને ભગવાન શિવની નગરી કહેવામાં આવે છે. કાશીને મોક્ષ પ્રાપ્તિ માટે સૌથી પવિત્ર જગ્યા માનવામાં આવી છે. માન્યતા છે કે કાશીમાં જે વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તેને સીધા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. વિશ્વનું આ એકમાત્ર સ્મશાન ઘાટ છે, જ્યાં લાશોને લાવવાનુ અને ચિતાને પ્રગટાવવાનું ક્યારેય પણ અટકતુ નથી, અહીં એક દિવસમાં લગભગ 3000થી વધુ મૃતદેહોના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

બનારસના મણિકર્ણિકા સ્મશાન ઘાટમાં મૃતદેહો પરથી ટેક્સ વસૂલવામાં આવે છે. બનારસના મણિકર્ણિકા સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કારની કિંમત ચૂકવવાની આ પરંપરા અંદાજે 3000 વર્ષ જૂની છે. એવી માન્યતા છે કે સ્મશાનની જાળવણીની જવાબદારી ત્યાં ડોમ જાતિના હાથમાં હતી.

ખરેખર, ટેક્સ વસૂલવાની વર્તમાન શરૂઆત રાજા હરિશચંદ્રના જમાનાથી થઇ.
એવુ મનાય છે રાજા હરિશચંદ્રેએ એક વચનને કારણે પોતાનો રાજપાટ છોડવો પડ્યો હતો તે સમયે તેમની પાસે કંઈ હતુ નહીં. ત્યારે તેના પુત્રની મૃત્યુ થઇ. તે સમયે રાજા જ્યારે પોતાના પુત્રની લાશ લઇને સ્મશાન ઘાટ પહોંચ્યા તે સમયથી પોતાના પુત્રના અંતિમ સંસ્કાર માટે તેમને કલ્લૂ ડોમ પાસેથી પરવાનગી માંગી. તે સમયે દાન માટે અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી ન હતી. જેને કારણે કલ્લૂએ પણ દાન માંગ્યુ, પરંતુ તે સમયે રાજા હરિશચંદ્રની પાસે કલ્લૂને દાન આપવા માટે કંઇ હતુ નહીં. પરંતુ રાજાએ કલ્લૂને પોતાની પત્નીની સાડીનો એક ટૂકડો દક્ષિણા રૂપે આપ્યો. બસ ત્યારથી મૃતદેહના અંતિમ સંસ્કારના બદલે ટેક્સ માંગવાની પરંપરા મજબૂત થઇ. આ પરંપરાનું બગડેલું રૂપ મણિકર્ણિકા ઘાટ પર આજે પણ યથાવત છે. જેને કેટલાંક લોકો હરિશચંદ્ર ઘાટ પણ કહે છે.

મણિકર્ણિકા ઘાટની આ સિવાય પણ બીજી અન્ય વિશેષતાઓ છે. હોલીમાં મણિકર્ણિકા ઘાટ પર બળી રહેલી ચિતાઓની વચ્ચે ભસ્મથી હોળી રમવાની પરંપરા છે અને ચૈત્ર નવરાત્રી અષ્ટમીને મણિકર્ણિકા ઘાટ પર બળી રહેલી ચિતાઓની વચ્ચે મોક્ષની આશામાં સેક્સ વર્કર અહીં આખી રાત ડાન્સ કરે છે.

કારણકે આ વ્યવસાય સંપૂર્ણ રીતે એક વ્યાપારની જેમ ફેલાઇ ચૂક્યો છે. જોકે, સ્મશાનના ખૂણે-ખૂણે ડોમ પરિવારે પદ્ધતિસર જાસૂસ ફેલાવી રાખ્યા છે. આમ તો ડોમ પરિવારની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો પહેલાના જમાનામાં તેમના પર રૂપિયા ઉડાડવાની અમીરો કમી ન હતી. તેમનો દાવો છે કે તે સમય દરમ્યાન અંતિમ સંસ્કારના બદલે તેમને રાજા-રજવાડા પોતાની જમીન ત્યાં સુધી કે સોના-ચાંદી પણ આપતા હતાં. જ્યારે આજના સમયમાં નક્કી કરેલી રકમ માટે પણ સ્મશાને આવનારા લોકો સાથે સંઘર્ષ કરવો પડે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter