GSTV

એવો અનોખો દેશ જ્યાં મહિલાઓ અને પુરુષો પહેરે છે એક સરખા કપડાં

અનોખો દેશ

દુનિયામાં એવા ઘણા દેશ છે જે પોતાની વિશેષ ઓળખ માટે જાણીતા છે. ઘણા દેશ પોતાના પ્રાકૃતિક સૌંદર્ય માટે દુનિયાભરમાં ફેમસ છે ત્યાં જ ઘણા દેશોની અનોખી સંસ્કૃતિ અને ત્યાંના નાગરિકોની રહેણી-કરણી તેને વિશેષ બનાવે છે. કંઈક એવા જ પ્રકારનો દેશ મેડાગાસ્કર પણ છે જે દુનિયાનો ચોથો સૌથી મોટો દ્વીપ છે. આજે અમે તમને મેડાગાસ્કર સાથે જોડાયેલા અનેક તથ્યો વિશે જણાવીશું.

એક તરફ જ્યાં આખી દુનિયા કોરોના વાયરસ વૈશ્વિક મહામારી સામે લડી રહ્યું છે તે ત્યાં જ મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલિના હર્બલ ટી અને હર્બલ ડ્રિંક કોવિડ-ઓર્ગેનિક્સ દ્વારા કોવિડ-19ને રોકવાનો દાવો કરી રહ્યા હતા. આજે મેડાગાસ્કરમાં 10 હજારથી વધુ કોરોના સંક્રમિતના કેસ થઈ ગયા છે અને ડેથ આંકડા પણ 108 છે. જોકે આ રિકવરી રેટ 72%ની નજીક છે.

બોર્નિયા દ્વીપથી આવ્યા હતા લોકો

અનોખો દેશ

મેડાગાસ્કરનું આખુ નામ રિપબ્લિક ઓફ મેડાગાસ્કર છે, જે આફ્રિકાના દક્ષિણી તટની પાસે ઈન્ડિયન ઓશિયનમાં એક દ્વીપીય દેશ છે. આ દેશમાં રહેતા લોકો બોર્નિયો દ્વીપથી આવ્યા જે હવે બ્રુનેઈ, ઈન્ડોનેશિયા અને મલિશિયાની વચ્ચે વિભાજીત છે.

મેડાગાસ્કરના નાગરિકોનો પોશાક

અનોખો દેશ

તમને એ જાણીને નવાઈ લાગશે કે મેડાગાસ્કરમાં બાળકો હોય કે વૃદ્ધ અથવા મહિલાઓ કે પુરુષો દરેક લોકો એક જ સમાન કપડા પહેરે છે. આ પોશાકને સ્થાનિક ભાષામાં ‘લામ્બા’ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે મૃતકો માટે પણ કફનના રીતે લામ્બાને જ ઉપયોગમાં લેવામાં આવે છે.

અનોખો દેશ

રેડ આઈલેન્ડના નામથી છે ફેમસ

અનોખા રંગની માટી હોવાના કારણે મેડાગાસ્કરને રેડ આઈલેન્ડની રીતે પણ ઓળખવામાં આવે છે. અહીં આવી ઘણી ઔષધી અને પોધાની પ્રજાતિઓ છે જેને હર્બલ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રાકૃતિક રૂપથી ધની હોવા છતાં મેડાગાસ્કર આફ્રીકાના સૌથી ગરીબ દેશોમાંથી એક છે. અહીંના લોકો માલાગાસી અને ફ્રેન્ચ ભાષા બોલે છે.

Read Also

Related posts

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel

શ્રમ કાયદામાં સુધારા બિલને સંસદમાં મળી મંજૂરી, મોદીએ કહ્યું- વિકાસ આગળ વધશે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!