GSTV
Ajab Gajab Photos Trending

સાપનાં આકારવાળા મંદિરથી લઈને ટ્રેનનાં એન્જિન જેવી ઈમારત સુધી! આ છે દુનિયાની 10 સૌથી વિચિત્ર ઈમારત

દુનિયામાં એવી સેંકડો ઈમારતો હશે, જેના માટે તેમના એન્જિનિયરોએ ઘણી મહેનત અને મન લગાવ્યું હશે. પરંતુ આ ઇમારતોમાંથી માત્ર થોડી જ ઈમારતો તેની હેરાન કરનાર ડિઝાઈનને કારણે ફેમસ થઈ જાય છે. હજારો વર્ષ જૂની ઈમારતો જો છોડી દઈએ તો મોર્ડન એન્જિનીયરિંગના યુગમાં પણ એવી ઈમારતો છે જે એન્જિનીયરીંગનો અનોખો નમૂનો છે. આજે અમે તમને કેટલીક એવી ઈમારતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમાંથી કેટલાક તિડના આકારમાં છે અને કેટલાક સાપના આકારના છે. ટ્વિટર એકાઉન્ટ યુનિક બિલ્ડિંગ અવારનવાર આવી ઇમારતોના ફોટા પોસ્ટ કરતું રહે છે. આજે અમે તમારા માટે દુનિયાની અદભૂત ઈમારતોના સૌજન્યથી અનોખી ઈમારતો લઈને આવ્યા છીએ.

ઈમારત

લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર ભારતના તેલંગાણા રાજ્યમાં આવેલું છે. હૈદરાબાદથી લગભગ 150 કિલોમીટરના અંતરે આવેલું આ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે. આ મંદિરનો આકાર એક વિશાળ સાપના રૂપમાં છે અને ભગવાનની મૂર્તિ સાપના માથા પર છે. તે કાલિયા નાગ પર કરવામાં આવેલ ભગવાનનું નૃત્ય દર્શાવે છે.

ઈમારત

હવે વાત કરીએ ભારતથી નીકળીને વિદેશમાં બનેલી ઈમારતોની. જ્યારે તમે આ ઈમારતને જોશો, ત્યારે તમને દક્ષિણ કોરિયામાં તીડની ઇમારત દેખાશે. આ દક્ષિણ કોરિયાના એક કાફેની તસવીર છે જે જૂના ટ્રેનના કોચથી બનેલી છે અને તેનો આકાર તીડ જેવો છે.

ઈટલીના ટ્યૂનમાં 25 ગ્રીન નામની રહેણાંક ઇમારત છે. તેને અર્બન ટ્રીહાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલ્ડીંગ પર 150 પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે.

હવે એમસ્ટર્ડમમાં બનેલી આ ઇમારતને જુઓ. વાંકી-ચુંકી ડિઝાઇનવાળી આ ઇમારતને વેલી બિલ્ડિંગ કહેવામાં આવે છે. આ બિલ્ડિંગમાં એપાર્ટમેન્ટ્સ, દુકાનો, ઓફિસો, ક્રિએટિવ સેન્ટર વગેરે હાજર છે.

મોટા ખાડામાં બનેલી આ સુંદર ઈમારતને Les Espaces d’Abraxas કહેવામાં આવે છે. તે ફ્રાન્સમાં હાજર છે અને તે 1982માં રિકાર્ડો બોફિલ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.

જાપાનની આ ઇમારત તમને ટ્રેનના એન્જિન જેવી લાગશે. SL Kyuurokukan નામની આ ઇમારત વાસ્તવમાં ટોમોબેમાં સ્થિત એક રેલ મ્યુઝિયમ છે.

ચીનની વધતી વસ્તીને જોતા ત્યાં નાના એપાર્ટમેન્ટ બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. સુંદરતા નાનામાં પણ હોય છે, આ એપાર્ટમેન્ટ તેનો પુરાવો છે. તેની ઊંચાઈ અને ડિઝાઇન બંને આશ્ચર્યજનક છે. Guizhou ખાતે આ એક એપાર્ટમેન્ટ આવેલું છે.

READ ALSO:

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV