GSTV

મોદી સરકારની આ યોજનાથી 66 કરોડ લોકોને ચાંદી જ ચાંદી, ફૂટપાથ પર ધંધો કરનારને પણ મળશે 10 હજાર રૂપિયા

મોદી

કોરોના મહામારીથી દેશ કેટલાય સમયથી લોકડાઉન હતો. જેમાં આજે અનલોક 1 ના પહેલા દિવસે મોદી સરકારની કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક થઈ. આ બેઠકમાં સરકાર દ્વારા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી હતી. સરકારની બીજી ટર્મની બીજા વર્ષની આ પહેલી બેઠક છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે બેઠકમાં ખેડૂતો, એમએસએમઇને લઈને ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જાવડેકરે કહ્યું, મજબૂત અને મહત્વપૂર્ણ ભારત નિર્માણમાં MSMEની મોટી ભૂમિકા છે. સરકારે આજે જાહેર કરેલી યોજનાથી 55 કરોડ ખેડૂતો અને 11 કરોડ એવા લોકોને ફાયદો થશે જે નાના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે.

કોવિડને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્ર માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. તેના અસરકારક અમલીકરણ માટે ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે. બેઠકમાં જાવડેકરે કહ્યું કે MSME ની મર્યાદા 25 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે. ભારત સરકારે એમએસએમઇની પરિભાષાનું સંશોધન કરવામાં આવ્યું છે. MSME ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે, હવે તેની પરિભાષાનો વિસ્તાર પણ વધારવામાં આવ્યો છે.એમએસએમઈમાં 14 વર્ષ પછી સંશોધનો કરવામાં આવ્યા છે. 20 હજાર કરોડ રૂપિયાથી વધારે કર્જના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે 50 હજાર કરોડના ઇક્વિટી રોકાણને પણ મંજૂરી આપવામાં આવી છે.

ઉદ્યોગ ધંધાઓને સરળ બનાવવા પર થઈ રહ્યું છે કામ

એમએસએમઇની ટર્નઓવર મર્યાદા વધારીને રૂ. 5 કરોડ કરાઈ છે. આજની બેઠકમાં લીધેલા નિર્ણયો રોજગાર વધારવામાં મદદ કરશે. દેશમાં 6 કરોડથી વધુ MSME ધારકોની મહત્વની ભૂમિકા છે. લોકોએ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે તે માટે સરકારે મોટા નિર્ણયો લીધા છે. એમએસએમઇ ને લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એમએસએમઈને લોન આપવાની જોગવાઈ કરી છે. MSME માટે 20,000 કરોડ રૂપિયા લોન આપવાનું પ્રાવધાન છે. સલુન, પાનની દુકાન અને મોચી લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. સરકાર ધંધાને વધુ સરળ બનાવવા માટે કામ કરી રહી છે. MSME ધારકોને 3 લાખ કરોડની યોજના છે. ફૂટપાથ પર વેચાણ કરનારાઓ માટે 10 હજારનો લોન મળશે.

ટેકના ભાવમાં 50થી 83 ટકાનો કરાયો વધારો

કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે લઘુત્તમ ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતો માટે સરકાર તરફથી આ મોટું એલાન છે. મકાઈના ટેકાના ભાવમાં 53 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તુવેર અને મગમાં 58 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે 14 પાક એવા છે જેમાં ખેડૂતોને 50થી 83 ટકા વધારે ટેકાના ભાવ વધારી દીધા છે. અત્યાર સુધી સરકારે 360 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી છે. આ સાથે 95 લાખ મેટ્રિક ટન ધાન અને 16.07 લાખ મેટ્રિક ટન કઠોળની ખરીદી કરી છે. આ બેઠકમાં કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ડાંગરનો લઘુતમ ટેકાના ભાવ રૂ. 1868 કર્યો છે. ગડકરીએ કહ્યું કે હાલમાં એમએસએમઇ હવે કઠણ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં 6 કરોડ એમએસએમઇ છે. જેમાં 11 કરોડથી વધુ લોકોને નોકરી મળી છે.

25 લાખ એમએસએમઇ ધારકોનું પુનર્ગઠન થવાની ધારણા

નીતિન ગડકરીએ કહ્યું કે એમએસએમઇની મજબૂતાઈથી નિકાસ વધશે. 25 લાખ એમએસએમઇનું પુનર્ગઠન થવાની ધારણા છે. મજબૂત એમએસએમઇ 15 ટકા ઇક્વિટી ખરીદવાની યોજના ધરાવે છે. નબળા ઉદ્યોગોને બચાવવા 4 હજાર કરોડની સહાય આપવામાં આવી છે. ગડકરીએ કહ્યું કે એમએસએમઇ માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. એમએસએમઇ સાથે સંકળાયેલા 6 કરોડ નાના વેપારીઓ છે, જેમને આ યોજનાનો વિશાળ લાભ મળશે. નવા ભંડોળથી 2 લાખ એમએસએમઇ ફરીથી શરૂ કરવામાં આવશે.

Read Also

Related posts

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva

OSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!