GSTV

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર દેખાડ્યુ ટેલેન્ટ, કમેન્ટ્સમાં જોરદાર થયા વખાણ

corona

કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે પેઇન્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની આ તસવીર ખૂબ પસંદ આવી રહી છે. વળી, તેમની તસવીર ઉપર 50,000 થી વધુ લાઈક્સ આવ્યા છે. આ સિવાય ઘણાં ઇન્સ્ટાગ્રામ યુઝર્સ કમેન્ટસ કરીને પણ તેમના ચિત્રની પ્રશંસા કરી રહ્યાં છે.

ફોટો શેર કરતા સ્મૃતિ ઈરાનીએ લખ્યું, “એક સમય એવો હતો જ્યારે હું મારી પેઇન્ટિંગ માટે ઓળખાતી હતી.”  તો નિર્માતા એકતા કપૂરે પણ સ્મૃતિ ઈરાનીના ફોટા પર ટિપ્પણી કરી હતી અને તેમની પ્રશંસા કરી હતી. એકતા કપૂરે સ્મૃતિ ઈરાનીના ફોટા પર “રોકિંગ” લખ્યું હતું.

ચાહકોના કમેન્ટ્સ

તેમના એક ફોલોવરે એકએ કમેન્ટ કરતાં લખ્યુ, “વાહ, તમારી આ પ્રતિભા વિશે ખબર નહોતી. બહુજ ઉત્તમ.” તેમના બીજા ફોલોવરએ લખ્યું કે તમે બહુ પ્રતિભાશાળી સ્ત્રી છો. એક ફોલોવરએ પણ લખ્યું “તમે એક ઓલરાઉન્ડર છો. હું તમારો મોટો ચાહક છું. “તેમના એક પ્રશંસકે લખ્યું કે પેઇન્ટિંગ ઘણી સારી લાગે છે. હું તેને આખી જોવાનું પસંદ કરીશ.

સ્મૃતિ ઈરાની એક એક્ટિવ ઇન્સ્ટાગ્રામ યુઝર છે. તે હંમેશાં રમૂજી મિમ્સ, તેમના પરિવાર સાથેના ફોટા અને વીડિયો શેર કરે છે. જણાવી દઈએ કે આ સમયે તેઓ મહિલા અને બાળ વિકાસમંત્રી છે. અને સાથે તેમને કાપડ મંત્રાલય પણ આપવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

7100 રૂપિયાની નોકરી કરવાવાળા ટીઆરબી જવાનોને ડિપોઝીટ પેટે 20 હજાર રૂપિયા જમા કરાવવાનો પરિપત્ર બહાર પાડવામાં આવતા વિવાદ

Nilesh Jethva

સુરત : બેકાર પિતાએ 1 વર્ષની દીકરીને બીજા માળેથી ફેકી દીધી, બાળકીની હાલત ગંભીર

Nilesh Jethva

ફ્લુ અને કોરોના સાથે હોય એવા દર્દીઓના થયા વધુ મોત, વૈજ્ઞાનિકોએ આપી આ ભયાનક ચેતવણી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!