કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યપ્રધાન અને ફતેહપુરની સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિ કોરોના સંક્રમિત થયા છે. કોરોના ટેસ્ટમાં પુષ્ટી થયા બાદ તેમને કોવિડ આઇસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમના બંને ફેફસામાં ન્યૂમોનિયા પણ છે. તેમની સાથે આવેલા સહાયક અને અન્ય એક વ્યક્તિનો એન્ટીજેન ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
કેન્દ્રીય રાજ્યપ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જે બાદ તેમને LLR હોસ્પિટલના મેડિસિન આઇસીયૂમાં દાખલ કરાયા હતાં. કોરોનાની તપાસ માટે તેમનો ટ્રૂ-નોટ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જે પોઝિટીવ આવ્યો હતો. કેન્દ્રીય પ્રધાનને 22 નવેમ્બરથી તાવ આવી રહ્યો છે.
સંપર્કમાં આવેલા લોકો પણ પોઝિટીવ
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ ગત 22 નવેમ્બરે દિલ્હીથી આવ્યા હતા. દિલ્હીથી પાછા આવ્યા બાદ તેમને સતત તાવ રહેતો હતો. હકીકતમાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ જ્યારે દિલ્હીમાં હતા, ત્યારે તેમના સંપર્કમાં આવેલા બે લોકો પણ કોરોના પોઝિટીવ થયા છે.
READ ALSO
- ભરતપુરમાં 5 મહિનાથી કોરોના સંક્રમિત છે મહિલા, સતત 31 વખત કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ
- આનંદ મહિન્દ્રાની દિલદારી : ગાબામાં ઐતિહાસિક જીત મેળવીને આવેલા ખેલાડીઓને ભેટમાં આપશે THAR-SUV
- કાંટાની ટક્કર/ છ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી ફ્રેબ્રુઆરીએ યોજાશે, બે તબક્કામાં ચૂંટણીનું આયોજન: રસા કસીનો જંગ
- જલ્દી કરો/ અહીં ગ્રાહકોને અપાઈ રહી છે આકર્ષક ઓફર, 2500 રૂપિયાની પૂર્વ ચૂકવણી પર મળશે 3000 રૂપિયાની ખરીદીનો મોકો
- હેકર્સે યુવક પાસે કરી રૂપિયા 10 કરોડની માંગ, આપી અંગત ફોટા વાયરલ કરવાની ધમકી