GSTV
India ટોપ સ્ટોરી

રામદાસ અઠાવલે સાથે મારપીટ, આરપીઆઈએ આપ્યું મહારાષ્ટ્ર બંધનું એલાન

આરપીઆઈના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેની સાથે એક યુવક દ્વારા મારપીટ કરાયા બાદ યુવકની અઠાવલેના ટેકેદારોએ બેફામ પિટાઈ કરી છે. આ ઘટના મુંબઈના અંબરનાથ નગરપાલિકા વિસ્તારમાં બની છે. રામદાસ અઠાવલે એક કાર્યક્રમમાં સામેલ થવા માટે અહીં આવ્યા હતા.

રામદાસ અઠાવલેના ટેકેદારો દ્વારા માર મારવાને કારણે આરોપી યુવક ગંભીરપણે ઘવાયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ યુવકની ઓળખ પ્રવીણ ગોસાવી તરીકે થઈ છે. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે અઠાવલેના ટેકેદારો ઈચ્છતા હતા કે યુવક અઠાવલેની માફી માંગે. પરંતુ આના પહેલા જ લોકોએ યુવકને માર મારવાની શરૂ કરવામાં આવી હતી. બાદમાં આરપીઆઈના નેતા અને અઠાવલેને ટેકેદારો તેમના નિવાસસ્થાની બહાર એકઠા થઈ ગયા હતા.

અઠાવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-એના નેતાનું કહેવું છે કે આ સુનિયોજીત હુમલો હતો. અઠાવલે પરના હુમલાને આયોજનબદ્ધ ગણાવતા નવમી ડિસેમ્બરે આરપીઆઈએ મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે.

Related posts

Cyclone Biparjoy: આગામી 24 કલાકમાં ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ચક્રવાતી તોફાન, ઉત્તર- ઉત્તરપશ્ચિમી તટની નજીક ટકરાવાની વધુ સંભાવનાઃ એલર્ટ મોડ પર તંત્ર

HARSHAD PATEL

મોટા સમાચાર/ આસામ અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.7 તીવ્રતાનો આંચકો

HARSHAD PATEL

‘શરદ પવાર ઔરંગઝૈબનો પુર્નજન્મ’, નિલેશ રાણેના વિરોધમાં NCPની જેલ ભરો આંદોલનની જાહેરાત

Padma Patel
GSTV