GSTV

રાજ્યના પશુપાલકો માટે આવ્યા રાહતના સમાચાર, સરકાર પોલીસીમાં નહીં કરે ફેરફાર

Last Updated on October 31, 2019 by

રાજ્યના પશુપાલકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે અમુલના એમડી સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ નિવેદન આપ્યું. જેમાં તેમણે જણાવ્યું કે વિદેશી ડેરીઓ સાથેના કરારમાં પશુપાલકોનું હિત સર્વોપરી રાખવામાં આવશે. તેમજ હાલ જે પોલિસી છે તે યથાવત રહેશે. પશુપાલકોને નુકશાન થાય તેવું કોઈ પગલું ઉઠાવવામાં નહીં આવે.

આરસીઈપી સબંધિત પશુપાલકોને નુકસાન થાય તેવું પગલું નહીં ભરાવામાં આવે. મહત્વપૂર્ણ બાબત છે કે વિદેશી ડેરીઓ સાથેના કરારમાં દેશના પશુપાલકોને ફટકો પડી શકે છે. કારણ કે જો વિદેશથી દૂધની આયાત કરવામાં આવે તો રાજ્યના પશુપાલકોને દૂધના પૂરતા ભાવ ના મળે તેથી પશુપાલકોએ અનેક વખત વિરોધ કરી કેન્દ્ર સુધી રજુઆત કરી હતી. જેને પગલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે અમુલ ડેરીના એમડી સાથે ચર્ચા કરી હતી.

READ ALSO

Related posts

અન્નોત્સવ દિવસની ઉજવણી / હજુ દિવાળી સુધી ગરીબોને મળશે મફત અનાજ, PM મોદીનો લાભાર્થીઓ સાથે સીધો સંવાદ

Dhruv Brahmbhatt

ફિટ ઈન્ડિયા ક્વીઝ: KBC માફક મોદી સરકાર લાવી રહી છે વિદ્યાર્થીઓ માટે આ ક્વીઝ, જીતનારા વિદ્યાર્થીને મળશે 3 કરોડનું ઈનામ

Pravin Makwana

ટ્રીક/ WhatsApp પર આજે જ બદલી નાખો એક સેટિંગ, ફાલતુ ગ્રુપમાં કોઈ કરી નહિ શકે એડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!