પરષોતમ રૂપાલા બહુ સારા વકતા છે. બોલતા હોય ત્યારે લોકો સાંભળવાનું પસંદ કરે છે. પરંતુ માપમાં રહે ત્યાં સુધી સારા લાગે. હમણાં હમણાં રૂપાલા જ્યાં માઈક ભાળે ત્યાં બોલવાનું ચાલુ કરી દે છે એટલે લોકો તેમને સાંભળવા ઉભા રહેતા નથી. માઈક પરથી વિકાસની ફાંકા ફોજદારી કરતા રૂપાલાને છોટાઉદેપુરમાં માથાના મતદારો ભટકાયા હતા. છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે ભાજપના ઉમેદવારના પ્રચાર માટે આવેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ રાંધણ ગેસના બોટલના ભાવ ઓછા કરવા બાબતે ગોળ ગોળ જવાબ આપી વાતને વાળી લીધી હતી.

પરષોત્તમ રૂપાલાએ તેજગઢમાં જાહેર સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ છોડીને ગયેલા લોકોને તેઓ ગદ્દાર કહે છે. પરંતુ આ તો મોરારજી દેસાઈથી ચાલ્યું આવે છે. હમણાં કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસે બીજાને કંઈ કહેવાના બદલે આત્મમંથન કરવું જોઈએ. આ વખતે ભાજપ આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેશે.

સભા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમને રાંધણ ગેસના બોટલના ભાવ ઓછા કરવા બાબતે પૂછતાં તેમણે જવાબ આપવાની જગ્યાએ સરકારના ગુણગાન ગાવાના શરૂ કરી મૂળ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. આ પહેલા તેઓ છોટાઉદેપુર ખાતે સવારે આવી પહોંચ્યા હતાં. પરંતુ સભા સ્થળે મેદની ઓછી હોવાનું જાણતાં ત્યાં જવાના બદલે ભાજપના કાર્યાલય ખાતે પહોંચી એક કલાક મોડા સભામાં પહોંચ્યા હતાં.
READ ALSO
- મોટા સમાચાર / દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, હવે થશે સજાનું એલાન
- Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી
- શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા