GSTV

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને થયો કોરોના, ખુદ ટ્વીટ કરી આપી જાણકારી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ગડકરીએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યુ છે કે, , “ગઈ કાલે મારામાં થોડી નબળાઇ દેખાતી હતી તેથી મારા ડોક્ટરની સલાહ પ્રમાણે મે ટેસ્ટ કરાવ્યો હતો. જે બાદ મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ગડકરીએ કરી આ વિનંતી

તેમણે કહ્યું કે હું બધાના આશીર્વાદ અને શુભકામનાઓ સાથે સારી કામગીરી કરી રહ્યો છું. મેં પોતાને અલગ કરી દીધો છે. ”ગડકરીએ કહ્યું કે હું દરેકને વિનંતી કરું છું કે જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ સાવચેત રહેવું જોઈએ અને પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. સલામત રહો.આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ મોદી સરકારના કેટલાય મંત્રી કોરોનાથી સંક્રમિત થયા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાથી સાજા થઈ ગયા છે. આ ઉપરાંત થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ કોરોનાથી થયા સંક્રમિત

આપને જણાવી દઈએ કે, કોરોનાનું સંક્રમણ દેશમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાય દિવસોથી સંક્રમણ વધી રહ્યુ છે. આજે દિલ્હીના ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આ અગાઉ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને પણ કોરોના થયો છે. તેમને હલ્કો તાવ આવ્યા બાદ ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવ્યા છે.

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

એપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી પણ વધારેની થઈ છે છેતરપીંડી, સૌથી મોટો શિકાર બની SBI

Pravin Makwana

કોરોનાના કહેર વચ્ચે જમ્મુ કાશ્મીરમાં આયોજિત થઈ ‘શિકારા રેસ’, પર્યટન માટે ખુલી રહ્યા છે દરવાજા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!