GSTV

બીજેપીના રાજ્યમંત્રી અકબરે આરોપ લગાવનાર મહિલાઓ વિરૂદ્ધ અા લીધો નિર્ણય

પાંચ મહિલા પત્રકારોએ કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન એમ.જે. અકબર પર યૌન શોષણના લગાવેલા આરોપ બાદ રાજકારણ ગમાયુ છે. અકબરે પોતાના પર લાગેલા તમામ આરોપ ફગાવ્યા છે. અકબરે આરોપ લગાવનાર મહિલાઓ વિરૂદ્ધ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. ત્યારે પાંચેય મહિલા પત્રકારોએ પણ વળતી લડત આપવાનો નિર્ધાર કર્યો છે. મળતી માહિતી પ્રમાણે અકબરે આપેલી પ્રતિક્રિયા બાદ ભાજપ અકબર પાસેથી નૈતિકતાના આધારે રાજીનામું માગી શકે છે.

વિદેશ પ્રવાસથી ભારત આવ્યા બાદ અકબરની ખુરશી ખતરામાં આવી છે. ભાજપનું માનવુ છે કે, અકબર રાજીનામું આપશે તો પાર્ટીની છબીને મોટુ નુકસાન થઈ શકે છે. મહત્વનું છે કે, અકબર પર 10 જેટલી મહિલાઓએ મી ટૂ અભિયાન હેઠળ યૌન શોષણના આરોપ લગાવ્યો છે. જે બાદ અકબરની મુશ્કેલીમાં વધારો થયો છે.

કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન એમ.જે. અકબરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમા મહિલા પત્રકાર વિરૂદ્ધ દબનામીનો ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. અકબર પોતાના વકીલ કરજનવાલા દ્વારા આ કેસ પત્રકાર પ્રિયા રામાણી વિરૂદ્ધ કેસ કર્યો છે. અકબર પર 10 જેટલી મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જેથી અકબરની ખુરશી પણ ડગમગી શકે છે.

Related posts

Opinion Poll : વિધાનસભા ચૂંટણીઓને લઇને શું છે જનતાનો મૂડ, જાણો કયા રાજ્યમાં બનશે કોની સરકાર અને કોને મળશે કેટલી સીટો?

Pravin Makwana

કામનું/ હોળીમાં દ્વારકાનું મંદિર ખૂલશે કે રહેશે બંધ : 2.50 લાખ ભક્તો ફુલડોલોત્સવમાં દર વર્ષે આવે છે, આ વર્ષે જાણી લો શું લેવાયો નિર્ણય

Pritesh Mehta

મોડે મોડે તંત્ર જાગ્યું: રાત્રી ખાણી-પીણીના બજારો પર તવાઈ, 8 વોર્ડમાં હોટલ બંધ રાખવા આદેશ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!