મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીટ સંકટ વચ્ચે પહેલી વખત ભાજપે સરકાર બનાવવાનાં સંકેતો આપ્યા છે. શિવસેનામાં બળવાખોરી અને 40થી વધુ ધારાસભ્યો પુરગ્રસ્ત આસામના ગુવાહાટીમાં છે ત્યારે રાજ્ય સરકાર પડવાનું જોખમ છે. ભાજપે હજુ સુધી આ મામલે પોતાનું મો બંધ રાખ્યું છે. આ બળવાખોરીમાં પોતાનો હાથ હોવા બાબતે ઈનકાર કર્યો છે. આમ છતાં કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ રવિવારે સંકેત આપ્યા હતા કે ભાજપ આ ઘટનાક્રમમાં સક્રિય છે અને સરકાર પણ બનાવી શકે છે. જાલનામાં કૃષિ વિભાગની એક ઈમારતના ઉદઘાટન સમયે રાવસાહેબ દાનવેએ રાજ્યના મંત્રી ટોપે સાહેબને સંકેત આપતા જણાવ્યું હતું કે, તમારે જે કામ કરવું હોય તે જલદી પતાવી દો. અમે માત્ર બે કે ત્રણ દિવસ પુરતા જ વિરોધ પક્ષમાં છીએ. દાનવેની આ ટિપ્પણી વચ્ચે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હજુ સુધી પોતાનું કોઈ નિવેદન આપ્યું નથી.

શિવસેના અને શિંદેસેના વચ્ચે પડેલી મડાગાંઠ દિવસેને દિવસે વધુને વધુ મજબૂત થતી જાય છે, તો બીજીબાજુ શિંદે સેના સાથે ગઠબંધન કરવું કે નહીં, તે વિશે ભારતીય જનતા પાર્ટી પણ અવઢવમાં છે.
મહારાષ્ટ્રમાં થયેલા બળવાને ભાજપના પૂરેપૂરા આશિર્વાદ છે પરંતુ હજુ સુધી ભાજપ ક્યાંય પડદા પર દેખાયો નથી. એકનાથ શિંદેની આગેવાનીમાં બળવો કરનારા ધારાસભ્યો હજુ સુધી એક પણ સનસનીખેજ વિધાન કરી શક્યા નથી. તેઓ ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ બોલે તો છે પરંતુ તેમની ભાષામાં અત્યંત નરમાશ છે. તેમની ફરિયાદ શિવસેના હિન્દુત્વથી દૂર જઈ રહી હોવાની છે, ધારાસભ્યોને મળતાં ન હોવાની છે, તેનાથી વધારે કંઈ નથી.
બે ધારાસભ્યોના નિવાસસ્થાન પર શિવસૈનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એ ઘટના બાદ બળવાખોર ધારાસભ્યો તેમની સુરક્ષાને લઈને પણ શંકાશીલ છે. હાલ તેઓ આસામના ગુવાહાટીમાં રેડીસન રિસોર્ટમાં રોકાયેલા છે. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીશ વચ્ચે વડોદરામાં ગુપ્ત રાહે બેઠક મળી હતી, પરંતુ આ બેઠકમાં કોઈ ડેવલોપમેન્ટ થયું નથી. સમય જેટલો લંબાતો જશે તેટલો ઉદ્ધવને ફાયદો છે, જેટલો સમય લંબાશે એટલી ઉદ્ધવ ઠાકરેને શિવસેનાને પોતાની તરફેણમાં સંગઠીત કરવાની વધારે તક મળશે. આ પણ એક મુદ્દો છે જેના કારણે ભાજપ શિંદે જૂથ સાથે સરકાર રચવામાં ખચકાટ અનુભવી રહી છે
READ ALSO
- સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી
- મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો
- મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો
- મમતા બેનર્જીના ટ્વિટર પરથી ગાયબ થયો જવાહરલાલ નેહરુનો ફોટો, કોંગ્રેસ ભડકીઃ આપ્યો આ રીતે જવાબ
- કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ