GSTV
Home » News » હોલિવૂડ ફિલ્મોની CD અને જીમ: નજરકેદ કાશ્મીરી નેતાઓને મળી રહી છે આ સુવિધા

હોલિવૂડ ફિલ્મોની CD અને જીમ: નજરકેદ કાશ્મીરી નેતાઓને મળી રહી છે આ સુવિધા

કેન્દ્રિય મંત્રી જિતેન્દ્રસિંહે એક મહત્વનું નિવેદન આપ્યું છે, કાશ્મીરની સ્થિતી અને કાશ્મીરનાં વિવિધ પાર્ટી અને અલગતાવાદી નેતાઓને નજરકેદ મામલે જીતેન્દ્રસિંહે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રિય મંત્રીનું કહેવું છે કે, જમ્મુ-કાશ્મીરમાં સ્થિતી સામાન્ય છે અને ત્યાં કર્ફયુ નથી.

જિતેન્દ્રસિંહે જણાંવ્યું કે કાશ્મીર ખીણનાં નેતાઓને વીઆઇપી બંગલામાં રાખવામાં આવ્યા છે. તેમજ તેમને હોલિવૂડ ફિલ્મોની સીડી કેસેટ આપવામાં આવી છે. આ સિવાય નેતાઓને જીમનેશીયમ(જીમ)ની સુવિધા પણ આપવામાં આવી છે. જિતેન્દ્રસિંહે વધુમાં જણાંવ્યું કે તે તમામ નેતાઓ હાઉસ અરેસ્ટ નથી, પરંતુ તેઓ અમારા હાઉસ ગેસ્ટ છે. કેન્દ્રિય મંત્રીએ મીડિયા સાથે ઇન્ટરેક્ટ કરતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં નેતાઓને 18 મહિનાથી વધુ સમય માટે હાઉસ અરેસ્ટમાં રાખવામાં નહિં આવે.

જ્યારથી બંધારણની કલમ 370 રદ્દ કરી છે, ત્યારબાદ કાશ્મીરની સ્થિતી સાવ સામાન્ય છે, તેવું મોદી સરકાર કહી રહી છે, પરંતુ વિપક્ષનાં નેતાઓનું કહેવું છે કે અનેક કાશ્મીરી નેતાઓને નજરકેદ કરીને સરકારે કાશ્મીરમાં કર્ફયુ લગાવી દીધો છે. પીડીપી નેતા મહેબૂબા મુફ્તિ, પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા અને ફારૂખ અબ્દુલ્લા તેમજ અન્ય અલગતાવાદી નેતાઓને પણ સરકારે નજરકેદ કર્યા છે. આ સાથે જ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીર જવા માટે સુપ્રિમ કોર્ટમાં ગુહાર લગાવી હતી. તેમજ સુપ્રિમ કોર્ટે તેમને મંજૂરી તો આપી પરંતુ શરતો સાથે આપી હતી.

READ ALSO

Related posts

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

અમદાવાદ મહાનગરપાલિકાની માસીક સાધારણ સભા યોજવામાં આવી, રોગચાળો મુખ્ય મદ્દો રહ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!