GSTV
Home » News » કેન્દ્રના મંત્રી અને અવારનવાર વિવાદીત નિવેદનો કરનાર ગિરિરાજ સિંહ ભાજપથી આ કારણે નારાજ

કેન્દ્રના મંત્રી અને અવારનવાર વિવાદીત નિવેદનો કરનાર ગિરિરાજ સિંહ ભાજપથી આ કારણે નારાજ

કેન્દ્રના મંત્રી અને અવારનવાર વિવાદીત નિવેદનો કરી ભાજપને ફિક્સડમાં  મૂકનાર ગિરિરાજ સિંહને નવાદાથી લોકસભાની બેઠક નહીં આપતા તેઓ ભાજપ મોવડી મંડળ પર ખફા થયા હતા. તેમની નવાદાની બેઠક રામ વિલાસ પાસવાનના લોક જનશક્તિ પાર્ટીને ભાગે આવી છે.

‘બેઠકોની વહેંચણીની મજબુરી હોઇ શકે, પરંતુ મારે ભારપૂર્વક કહેવું છે કે બિહારના કોઇ પણ મંત્રી એ મારા જેટલી પ્રજાલક્ષી કામગીરી કરી નથી અને બિહારના કોઇપણ મંત્રીને પોતાની બેઠક છોડવી પડી નથી’ એમ નારાજ થયેલા સિંહે કહ્યું હતું.

રવિવારે એનડીએ દ્વારા બેઠકોની વહેંચણીની જાહેરાત કરાઇ હતી અને તમામે પોતપોતાના ઉમેદવારીની યાદી જારી કરી હતી. તે મુજબ ભાજપ અને જદયુને ૧૭-૧૭ અને લોજપાને સાત બેઠકો મળી હતી, પરંતુ તેમાં ગીરીરાજની બેઠક લોજપાને ફાળે જતાં એલફેલ બોલનાર સિંહ ખૂબ નારાજ થયા હતા.

શું તમે ભાજપના પ્રદેશ પ્રમુખ નિત્યાનંદ રાયને \ નવાદાથી જ ચૂંટણી લડવા કહ્યું હતું? એવા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેમણે ૨૦૦ વખત વિનંતી કરી હતી. ‘પાંચ વર્ષના ગાળો મોટો કહેવા અને મને આ મતવિસ્તાર અને તેના મતદારો પ્રત્યે લગાવ ઊભો થયો છે. રાયે મને ખાતરી આપી હતી કે હું જ્યાંથી પણ ચૂંટણી લડવા ઇચ્છું છું ત્યાંથી લડી શકું છું, તો પછી આ રીતે મને કાઢી મૂકવો શું બતાવે છે.

Related posts

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

Karan

દોઢ કરોડ આપીને પણ વૃદ્ધે મુંબઈનો ફ્લેટ વેચવા કાઢ્યો, સ્પેનિશ મહિલાએ એવી કળા કરી કે…

Karan

રામ મંદિર નિર્માણ પહેલા જ અયોધ્યાના સંત સમાજમાં ફાટફૂટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!