GSTV
Home » News » હવે સરકારી વળતર માટે બતાવવું પડશે આ ખાસ ડોક્યૂમેન્ટ, નહીંતર….

હવે સરકારી વળતર માટે બતાવવું પડશે આ ખાસ ડોક્યૂમેન્ટ, નહીંતર….

ગૃહ મંત્રાલયે શુક્રવારે એક સૂચના બહાર પાડી કહ્યું છે કે, હવે સાંપ્રદાયિક હિંસા કે આતંકવાદી હુમલાઓના પીડિતોને સરકારી વળતર મેળવવા માટે આધાર નંબર આપવો પડશે. જો કોઇ પીડિત પાસે આધાર નંબર ન હોય તો, તેણે આધાર નંબર માટે અપ્લાય કરવું પડશેઅને આધાર નંબર બતાવવાનો રહેશે. આ સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, કેંદ્રીય નાગરિક પીડિત સહાયતા યોજના/આતંકવાદી હુમલાના પીડિત પરિવાર/ સાંપ્રદાયોજ / એલડબ્લ્યૂઈ હિંસા અને ભારતીય સીમા પર ગોળીબારી અને ખાણ / IED વિસ્ફોટમાં પીડિત વ્યક્તિએ સરકારી વળતર માટે આધાર આપવાનું રહેશે.

ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, આ સૂચના અસમ અને મેઘાલય સિવાયનાં બધાં જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગૂ પડશે, કારંઅકે અત્યારે અસમ અને મેઘાલયમાં બધા નાગરિકોને આધાર કાર્ડ આપવામાં આવ્યું નથી.

સૂચના અનુસાર, જ્યાં સુધી લાભાર્થીને આધાર નંબર મળ્યો ન હોય, ત્યાં સુધી આધાર નામાંકન ઓળખ ચીઠ્ઠી અમે ચૂંટણી કાર્ડ સાથે કોઇ એક બેન્ક કે પોસ્ટની પાસબુક, પાન કાર્ડ, રાશન કાર્ડ, પાસપોર્ટ, કિસાન ફોટો પાસબુક, ડ્રાઇવિંહ લાઇસન્સ કે મનરેગા જૉબ કાર્ડ બતાવી શકે છે.

Read also:

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!