GSTV
Home » News » કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વિપક્ષ પર આકરા પ્રહાર, કોંગ્રેસે ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વિપક્ષ પર આકરા પ્રહાર, કોંગ્રેસે ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જોર આપીને કહ્યુકે, કેન્દ્રનું ધ્યેય ફક્ત અસમ જ નહી પરંતુ આખા દેશમાંથી ઈલલીગલ ઈમિગ્રન્ટ્સને બહાર કરવાનું છે. પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધનની ચોથી બેઠકને સંબોધિત કરતાં બીજેપી અધ્યક્ષે કોંગ્રેસ સરકાર પર આ વિસ્તારને આખા દેશમાંથી અલગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

શું છે પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધન?

પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધન (NEDA) બાકી દેશનાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલેકે એનડીએનું જ પૂર્વોત્તરમાં કામ કરતું રૂપ છે. નેડાની ચોથી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ લાંબા સમયથી વિસ્તારમાં ચાલી રહેલાં ઉગ્રવાદને કોંગ્રેસનાં સાશનનું કારણ ગણાવ્યુ હતુ. તેમણે કહ્યુકે, કોંગ્રેસે આ વિસ્તાર પર ધ્યાન જ આપ્યુ નથી.

કોંગ્રેસને ભાગલા પાડોને રાજ કરોની નીતિ પર વિશ્વાસ કરનારી ગણાવી

આસામની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસે પૂર્વોત્તરના રાજ્યોમાં ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવી છે. નોર્થઈસ્ટના રાજ્યમાં આતંકવાદની સમસ્યાનો સામનો કરવાના બદલે કોંગ્રેસે તેને ફેલાવવાનું કામ કર્યુ. જેથી નોર્થઈસ્ટમાંથી કોંગ્રેસને મુક્ત કરવી જોઈએ. કોંગ્રેસે આઝાદી બાદ નોર્થઈસ્ટમાં ભાષા, જાતિ અને સંસ્કૃતિના નામે હમેશા વિવાદ કર્યો. કોંગ્રેસ વિકાસના બદલે ભ્રષ્ટાચારને સૌથી વધારે મહત્વ આપ્યુ. જેથી નોર્થઈસ્ટ અશાંતિનો ગઢ બની ગયો છે. એનઆરસી અંગે નિવેદન આપતા અમિત શાહે કહ્યુ કે, માત્ર આસામ જ નહીં પણ આખા દેશમાંથી ઘૂસણખોરોને બહાર કરવામાં આવશે. જેના માટે સરકારે યોજના પણ બનાવી છે.

READ ALSO

Related posts

સુરતમાં રાજનાથ સિંહની હુંકાર: કહ્યું- પાકિસ્તાન આતંકવાદ બંધ કરે નહિંતર થઇ જશે ટુકડે-ટુકડા

Riyaz Parmar

ભારતીય પ્રવાસીઓને આકર્ષવા સ્વિત્ઝરલેન્ડ ટુરિઝમે કર્યું આ ખાસ આયોજન

Nilesh Jethva

15 નવેમ્બર સુધીમાં રામ મંદિર મુદ્દે ‘સુપ્રિમ’ નિર્ણય આવશે: BJPનાં આ નેતાએ ભવિષ્યવાણી કરી શું?

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!