GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોનાની સારવારને લઈને સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, ઘટાડ્યો આ દવાનો ડોઝ

કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓની સારવાર માટે સ્વાસ્થ્ય મંત્રાલયે નવા દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જ હેઠળ કોરોનાની સારવાર માટે ત્યાસુધીની સૌથી વધુ સફળ દવા રેમડેસિવીરનો ડોઝ ઓછો કર્યો છે. હવે આ દવા 6 દિવસને બદલે 5 દિવસ સુધી દર્દીઓને આપવામાં આવશે.

રેમડેસિવીર એક એન્ટીવાયરસ દવા છે અને તે કોરોનાના દર્દીઓને આપવામાં આવે છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબત નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે.

માત્ર 5 દિવસ અપાશે રેમડેસિવીર દવા

સ્વાસ્થ્ય મંત્રલયના નવા પ્રોટોકોલ મુજબ આ દવા કોરોના દર્દીઓને ઈન્જેક્શનના રૂપમાં આપવામાં આવશે. પહેલા દિવસે દર્દીને રેમડેસિવીરની 200mg નો ડોઝ ઇન્જેક્શન તરીકે આપવામાં આવશે ત્યારબાદ 4 દિવસ સુધી 100-100mgનો ડોઝ આપવામાં આવશે,

કિડની લીવરની બીમારી વાળા દર્દીઓને રેમડેસિવીર નહિ અપાય

સ્વાસ્થ્ય મંત્રાલયે 31 જૂનના રોજ રેમડેસિવીર દવાનો ઉપયોગ કરવાની અનુમતિ આપી હતી. તે સમયે સ્વાસ્થ્ય મંત્રાલયે નિયત ઉપયોગ હેઠળ માત્ર ઈમરજન્સીના સંજોગોમાં જ રેમડેસિવીર દવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. જોકે, આ દવા કિડની, લીવર જેવી બીમારીઓના દર્દીઓને, ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, અને 12 વર્ષીથી નાની ઉંમરના બાળકોને ન આપવા સૂચવ્યું હતું.

હાઇડ્રોક્સીક્લોરોકવીન અંગે પણ સલાહ

સ્વાસ્થ્ય મંત્રાલયે હાઇડ્રોક્સીક્લોરોકવીન દવા અંગે પણ સલાહ આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આ દવાનો ઉપયોગ બીમારીના પ્રારંભિક તબક્કામાં જ કરવામાં આવે. મંત્રાલયે જણાવ્યું છે કે ગંભીર રીતે બીમાર દર્દીને આ દવા ન આપવામાં આવે.

Related posts

આર્મિ ચીફ ઉપયોગ કરતા દેખાયા પર્સનલ એર સેનિટાઈઝર, કેવી રીતે કરે છે આ કામ

Karan

રાહુલ ગાંધી આશા વર્કરને લઈને મોદી સરકાર પર બગડ્યા, સરકાર પહેલા ગૂંગી તો હતી પરંતુ હવે કદાચ બહેરી અને અંધ

Karan

ભાજપમાં ભડકાના એંધાણ: વસુંધરાએ નડ્ડાને રોકડુ પરખાવી દીધું, ભાજપ સાથે છું પણ સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરૂ !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!