GSTV
India News Trending

ગીર કેસરીના મોત બાદ ચૂપકીદી સેવનાર મોદી સરકારનો આજે સંસદમાં ખુલાસો

37 સિંહોનાં મોત બાદ ચૂપકીદી સેવનાર મોદી સરકારે આજે સંસદમાં ખુલાસો કર્યો છે કે, હા ગીરમાં સિંહોના મોત થયા છે. વર્તમાન શિયાળુ સત્રમાં ગુજરાતના સાસણ ગીરમાં 37 સિહોંના મૃત્યું પામવાને લઈને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. અત્યાર સુધી સિંહોના મોતને લઈને એક હરફ સુદ્ધા ના ઉચ્ચારનારી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં પુછાયેલા એક પ્રશ્નનાં જવાબમાં સિંહોના મોત થયા હોવાનું સ્વીકાર્યું છે.

સંસદમાં સરકારે આંક જાહેર કર્યા

ગીરમાં મૃત્યું પામેલા સિંહોને લઈને પુછાયેલા એ પ્રશ્નનાં જવાબમાં વન અને પર્યાવરણ વિભાગે આ આંકડાઓ સસંદમાં રજૂ કર્યા હતા. સેફઇમાં લાયન સફારી પાર્કમાં રહેલા સિંહો પણ આ જ વાયરસથી મૃત્યુ પામ્યા હતા. વાયરસથી બચાવવા માટે રસી છે પણ તે જંગલમાં વિચરતા સિંહોને આ રસીથી જીવાડી શકાતા નથી.”

કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ હતો જવાબદાર

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (પુના) ખાતે મૃત સિંહોનાં નમૂના મોકલવામાં આવ્યા હતા તેમાં કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ(CDV) હોવાના અહેવાલ આવ્યા હતા. આ રોગના કૂતરાઓ અને બિલાડી કૂળનાં પ્રાણીઓમાંથી ફેલાય છે. આ અહેવાલ પછી, વન વિભાગે ગીર જંગલમાં રહેલા અન્ય સિંહોના સ્વાસ્થ્યની તપાસ હાથ ધરી હતી. એક સાથે મોટા પ્રમાણમાં સિંહોનાં મોત થતા વન્યપ્રાણી પ્રેમીઓ ચિંતામાં મૂકાઇ ગયા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી સિંહો મૃત્યુ પામ્યા છે એ જાણ્યા પછી ધારી વિસ્તારમાં, જંગલની આસપાસનાં વિસ્તારોમાં વન વિભાગ અને રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુઓ અને કૂતરાઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.

દેવળિયા સફારી પાર્કમાં રખાયેલા સિંહો નજરકેદ હેઠળ

જે સ્થળે 23 સિંહો મૃત્યુ પામ્યા હતા તેનાથી નજીક આવેલા સેમરડી વિસ્તારમાંથી 31 સિંહોને પહેલા જામવાળા રેસ્કયુ સેન્ટર ખાતે ખસેડાયા હતા અને ત્યાંથી સિંહોને દેવળિયા સફારી પાર્કમાં ખસેડવામાં આવ્યા છે. હાલ, આ સિંહો દેવળિયા સફારી પાર્કમાં રાખવામાં આવ્યા છે. વન વિભાગે કહ્યુ કે, આ સિંહોની તબિયત સારી છે પણ સાવચેતીના ભાગરૂપે રાખવામાં આવ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી સિંહો મૃત્યુ પામ્યા છે એ જાણ્યા પછી ધારી વિસ્તારમાં, જંગલની આસપાસનાં વિસ્તારોમાં વન વિભાગ અને રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુઓ અને કૂતરાઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV