GSTV

કુમાર વિશ્વાસના કવિ હ્રદય પર અરૂણ જેટલી મોહી પડ્યા, માનહાનિનો કેસ પરત ખેંચ્યો

કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીએ આમ આદમી પાર્ટીના નેતા અને કવિ કુમાર વિશ્વાસ પર કરેલો માનહાનિનો કેસ પરત ખેંચી લીધો છે. આ સાથે જ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા આ વિવાદનો પણ અંત આવ્યો છે. કેટલાક દિવસો પહેલા કુમાર વિશ્વાસે અરૂણ જેટલીને એક પત્ર લખી સમગ્ર મામલામાં પોતાનો પક્ષ સ્પષ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ પત્રના આધારે અરૂણ જેટલીએ આ કેસ પાછો ખેંચી લીધો છે. કુમાર વિશ્વાસે પત્રમાં લખ્યું કે તેમની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના કહેવા મુજબ જ તેમણે. પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ અને પ્રવક્તાઓએ તેમની વાત દોહરાવી હતી. પત્રમાં કુમાર વિશ્વાસે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ હવે તેમના સંપર્કમાં નથી અને તેઓ જુઠ્ઠાણું ચલાવી ગાયબ થઇ ગયા છે.

વિશ્વાસે પત્રમાં અરવિંદ કેજરીવાલ પર અનેક આક્ષેપો કર્યા છે. વિશ્વાસે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલને ખોટું બોલવાની આદત છે અને પક્ષના કાર્યકર્તા હોવાથી તેમણે ફક્ત કેજરીવાલ વાત દોહરાવી હતી. ઉલ્લેખનીય છે કે માનહાનિના કેસમાં અરવિંદ કેજરીવાલ સહિત અન્ય તમામ લોકોએ માફી માંગી લીધા બાદ આ મામલે હવે વિશ્વાસ એકલા જ બાકી રહ્યા હતા.

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!