GSTV
Home » News » કેબિનેટનો નિર્ણય : સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 % અને એર ઇન્ડિયામાં 49 % FDI ને મંજૂરી

કેબિનેટનો નિર્ણય : સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 % અને એર ઇન્ડિયામાં 49 % FDI ને મંજૂરી

બુધવારે કેન્દ્રીય કેબિનેટને ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઇના નિયમોમાં બદલાવ માટે મંજૂરી આપવામાં આવી છે. સિંગલ બ્રેન્ડ રીટેલમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા એફડીઆઇને મંજૂરી આપવામાં આવી છે. પહેલા 49 ટકા સુધી રોકાણની મંજૂરી હતી, તેનાથી વધારે રોકાણ માટે સરકારની મંજૂરી મેળવવાની હોય છે.

એવિએશન, કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પણ એફડીઆઇના નિયમોમાં ઢીલ મુકવામાં આવી છે. કન્ટ્રક્શન સેક્ટરમાં પણ ઓટોમેટિક રૂટથી 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવામાં છે. એર ઇન્ડિયા માટે 49 ટકા રોકાણની મંજૂરી આપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે એર ઇન્ડિયાનો મોટો ભાગ ભારતીય નાગરિકના હાથમાં રહેશે.

અહીં તમને જણાવી એ કે 2014માં સિંગલ બ્રેન્ડ રિટેલમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપવામાં આવી હતી.  ત્યારે નાઇક જેવી વિશ્વની મોટી કંપનીઓએ ભારતમાં આગમન કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે ઓટેમેટિક રૂટની મંજૂરી મળ્યા બાદ હવે અન્ય કંપનીઓ પણ ભારત તરફ આકર્ષિત થશે. કેમકે હવે ક્લિયરન્સ લેવામાં સરળતા રહેશે.

તેના કારણે વિદેશ કંપનીઓને કામ કરવા અનુકૂળ વાતાવરણ મળશે. જેના કારણે અર્થવ્યવસ્થાને ફાયદો થશે અને નવી નોકરીઓના અવસર પણ પેદા થઇ શકે છે. હાલ મલ્ટિનેશનલ રિટેલ કઇ કહેવામાં આવ્યું નથી. કેમકે તેનો કેટલીય રાજનીતિક પાર્ટીઓ અને વ્યાપારિક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

વિરોધ શરૂ થયો

સિંગલ બ્રાન્ડ રિટેલમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા એફડીઆઇની મંજૂરી આપવાને કારણે વિરોધ શરૂ થઇ ગયો છે. ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કન્ફેડેરેશન (મહાસંઘ) સીએઆઇટીએ તેનો વિરોધ કરતા જણાવ્યું છે કે તેમ કરીને ભાજપે પોતાનો ચૂંટણી વચન તોડ્યું છે. કેમકે આમ કરવાથી બહારની મલ્ટિનેશનલ કંપનીઓ ભારતના માર્કેટ પર કબજો કરી લેશે.

Related posts

ભારત પાકિસ્તાન મેચને લઈ સમગ્ર ભારતમાં ક્રિકેટ ફિવર

Kaushik Bavishi

જો ભારત અને પાકિસ્તાનનો મેચ રદ્દ થાય તો થશે આટલા કરોડનું નુકસાન

Kaushik Bavishi

શિવસેનાનાં સુપ્રીમો 18 સાંસદો સાથે ફરી અયોધ્યાની મુલાકાતે, ભવ્ય સ્વાગત કરાયું

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!