GSTV

મોટા સમાચાર / આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાને કેબિનેટની મંજૂરી, જાણો ક્યા ખર્ચ થશે 64 હજાર કરોડ રૂપિયા

Last Updated on September 15, 2021 by Zainul Ansari

કેન્દ્રીય કેબિનેટ તરફથી બુધવારે આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાને મંજૂરી મળી ગઈ છે. 64 હજાર કરોડ રૂપિયાની આ યોજના છે. એક રિપોર્ટ દ્વારા આ અંગે જાણકારી મળી છે. યોજના હેઠળ તમામ જિલ્લા અને 3382 બ્લોકમાં સંકલિત જન આરોગ્ય લેબની સ્થાપના કરવામાં આવશે.

આ યોજનાની જાહેરાત નાણાકિય વર્ષ 2021-22ના બજેટ ભાષણમાં છ વર્ષ (નાણાકિય વર્ષ 25-26 સુધી)માં લગભગ 64,180 કરોડ રૂપિયાના ખર્ચ સાથે કરવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનથી અલગ હશે. યોજનાની મુખ્ય વાતો વિશે જાણો…

  • હાઈ ફોકસવાળા 10 રાજ્યોમાં 17,788 ગ્રામીણ સ્વાસ્થ્ય અને આરોગ્ય કેન્દ્રો માટે સહાયતા
  • તમામ રાજ્યોમાં 11,024 શહરી સ્વાસ્થ્ય અને આરોગ્ય કેન્દ્રોની સ્થાપના
  • તમામ જિલ્લાઓમાં સંકલિત જાહેર સ્વાસ્થ્ય લેબો અને 11 ઉચ્ચ ફોકસવાળા રાજ્યોમાં 3382 બ્લોક જાહેર સ્વાસ્થ્ય એકમોની સ્થાપના
  • 602 જિલ્લાઓ અને 12 કેન્દ્રીય સંસ્થાઓમાં ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોકની સ્થાપના
  • રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), તેની 5 પ્રાદેશિક શાખાઓ અને 20 મહાનગર સ્વાસ્થ્ય દેખરેખ એકમોને મજબૂત બનાવવું
  • તમામ જાહેર સ્વાસ્થ્ય લેબબોને જોડવા માટે તમામ રાજ્યો/સંઘ રાજ્ય વિસ્તારોમાં સંકલિત આરોગ્ય માહિતી પોર્ટલનો વિસ્તાર
  • 17 નવી જાહેર આરોગ્ય એકમોનું સંચાલન અને 33 વર્તમાન જાહેર આરોગ્ય એકમોને મજબૂત કરવા, જે 32 એરપોર્ટ, 11 પોર્ટ અને 7 લેન્ડ ક્રોસિંગ પર છે.
  • 15 હેલ્થ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને 2 મોબાઇલ હોસ્પિટલની સ્થાપના

Read Also

Related posts

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah

IND vs PAK / ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, પાકિસ્તાને 10 વિકેટથી ભારતને હરાવ્યું: ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન

Zainul Ansari

મહત્વનું: NCB અધિકારી સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશ્નરને લખ્યો પત્રો, ચોંકાવનારી વાતનો કર્યો ઉલ્લેખ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!