કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વધુ એક વખત યુનિયન બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટ 2023-24ને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવ સહિતના હોદ્દેદારોએ આવકાર્યું છે. વી.પી વૈષ્ણવે જણાવ્યું હતું કે, બજેટની અંદર પ્રાકૃતિક ખેતી તેમજ સેલરાઈડ પર્સન વિશે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમજ બીજી તરફ સોના ચાંદીમાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવતા જેમ્સ એન્ડ જ્વેલર્સ સેક્ટર બજેટથી થોડોક નાખુશ હોવાનું પણ જણાવ્યું છે.


બજેટમાં શું શું સસ્તું થયું?
મોબાઇલ ફોન અને કેમેરાના લેન્સ સસ્તા થશે
વિદેશથી આવવાવાળી ચાંદી સસ્તી થશે.
એલઇડી અને બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુઓ સસ્તી થશે.
ઇલેકટ્રીક કાર, રમકડા અને સાયકલ સસ્તા થશે
હીટ કોઇલ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી
બજેટથી શું થશે મોંઘુ?
સોનુ,ચાંદી અને પ્લેટિનમ મોંઘુ થશે
સિગરેટ મોંઘી થશે, ડયુટી વધારીને 16 ટકા થઇ ગઇ
READ ALSO
- મંગળ સાબિત થયો ભારતીય શેરબજાર માટે આજનો દિવસ, સેન્સેક્સ-નિફ્ટી જોરદાર ઝડપ સાથે બંધ થયા
- ઓ ભાઈ સાહેબ! જાનમાં નાચી રહ્યા છે કે મારી રહ્યા છે? પબ્લિકે ગણાવ્યો અનોખો નશો
- ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ
- Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું
- જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ