GSTV
Baroda Budget 2023 ગુજરાત ટોપ સ્ટોરી

ઉદ્યોગો માટે કોઈ ટેક્સ નથી વધાર્યો તે જ રાહત, વડોદરાના ઉદ્યોગજગતે કેન્દ્રીય બજેટને આવકાર્યું

વડોદરાના ઉદ્યોગજગતે કેન્દ્રીય બજેટને આવકાર્યું છે. કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સિતારમને આજે રજૂ કરેલા બજેટ બાદ વડોદરાના ઉદ્યોગ જગતના સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રિઝે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ઉદ્યોગોને આ બજેટથી સીધો નહીં પણ આડકતરી રીતે ફાયદો થશે.

ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રિઝના પ્રમુખ અભિષેક ગંગવાલનું  કહેવુ હતુ કે, ગુજરાતના ઉદ્યોગોએ જે આશા રાખી હતી તેટલી તો પૂરી નથી થઈ પણ સરકારે ઉદ્યોગો પર કોઈ પણ રીતે નવો ટેક્સ નથી નાંખ્યો તે પણ એક રીતે ફાયદો છે. ગયા બજેટ કરતા આ વખતના બજેટમાં કોઈ ઝાઝો ફેર દેખાયો નથી. ઉદ્યોગો માટેનો ચેન્જ ઈઝ..ગૂડ ચેન્જ જેવી સ્થિતિ છે.

આમ છતા કેપિટલ એક્પેન્ડિચરમાં 33 ટકાનો વધારો કરવાની જે ઘોષણા થઈ છે તે અભૂતપૂર્વ કહી શકાય તેવી છે.તેનાથી ઈકોનોમીને વેગ મળશે. ઉપરાંત સામાન્ય માણસને ઈનકમટેક્સમાં રાહત મળી છે. આમ તેની બચત વધશે અને એટલા પૈસા તે માર્કેટમાં ખર્ચી શકશે. આમ ઉદ્યોગોને આ બાબતોનો આડકતરી રીતે ફાયદો થશે.

રાજ્ય સરકારોને 50 વર્ષ સુધી વ્યાજ મુક્ત લોન
એફજીઆઈના કમિટિ મેમ્બર સંજીવ શાહનુ કહેવુ હતુ કે,રાજ્ય સરકારોને 50 વર્ષ માટે વ્યાજ મુક્ત લોન આપવાની બજેટમાં જાહેરાત થઈ છે. તેના કારણે ઈન્ફ્રા પ્રોજેક્ટસ પર હવે રાજ્ય અને કેન્દ્ર સંયુક્ત રીતે પણ કામ કરી શકશે. રાજ્યને પોતાની રીતે કોઈ પ્રોજેક્ટ વિકસાવવો હશે તો કેન્દ્રમાંથી વ્યાજ વગર લોન મળશે.

પેનલ્ટી પાછી આપવાની જાહેરાતથી ઘણી MSMEને રાહત થશે
એફજીઆઈના હોદ્દેદાર પ્રણવ દોશીના મતે સરકારે કોરોનાકાળમાં સરકાર સાથેના કોન્ટ્રાકટ પૂરા ના કરી શકી હોય તેવી એમએસએમઈને થયેલી પેનલ્ટી પાછી આપવાની જાહેરાત નાણામંત્રીએ કરી છે. તેનાથી વડોદરા સહિત ગુજરાતમાં પાવર સેક્ટરમાં કામ કરતા ઘણા નાના અને મધ્યમ ઉદ્યોગોને ફાયદો થશે.કારણકે ગુજરાતમાં આવા સંખ્યાબંધ ઉદ્યોગો છે જે વીજ કંપનીઓ સાથેના પોતાના કોન્ટ્રાક્ટ કોરોનાકાળમાં સમયસર પૂરા કરી શક્યા નહોતા. તેમને વીજ કંપનીઓએ કરેલી પેનલ્ટી પાછી આપવી પડશે. વીજ કંપનીઓએ નાણામંત્રીની વાત પર ધ્યાન આપવુ જોઈએ.

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે 39000 કોમ્પ્લાયન્સની બાદબાકી આવકારદાયક
એફજીઆઈના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તારક પટેલનું કહેવુ હતુ કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે બજેટમાં 39000 કોમ્પ્યાયન્સ દુર કરવાની અને બીજા ઘણા કાયદા પણ કાઢી નાંખવાની વાત થઈ છે. જે ઉદ્યોગો માટે હકારાત્મક છે. ઉપરાંત સરકારી એજન્સીઓ સાથે ડિલિંગ કરતી વખતે હવે આઈડી તરીકે માત્ર પાન કાર્ડની જરુર પડશે.

મધ્યમવર્ગ અને કૃષિ ક્ષેત્ર પર ફોકસ
ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાના વડોદરા ચેપ્ટરના વાઈસ ચેરપર્સન રિકિન પટેલના જણાવ્યા અનુસાર આ બજેટ મધ્યમવર્ગ, કૃષિ અને ગ્રીન એનર્જી પર કેન્દ્રીત છે. નવા ટેક્સ સ્લેબના કારણે પગારદારો અને મધ્યમવર્ગને રાહત થશે. લિથિયમ બેટરી પરની ડયુટીમાં રાહતના કારણે ઈલેક્ટ્રિક વ્હિકલ્સના ભાવ ઘટશે. કૃષિ ક્ષેત્રમાં પણ ઘણા સુધારા સૂચવવામાં આવ્યા છે.

ફાર્મા અને કેમિકલ ઉદ્યોગો પર ધ્યાન અપાયુ
વડોદરાની ઈમ્પોર્ટ એક્સપોર્ટ ક્લબના પ્રમુખ રાજન નાયરના મતે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં રિસર્ચને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરાઈ છે. કેટલાક કેમિકલ રો મટિરિયલ પરની ડયુટી ઘટાડવાનુ બજેટમાં કહેવામાં આવ્યુ છે. આમ આ બંને સેક્ટર પર ધ્યાન આપવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાતમાં ઘણા ફાર્મા અને કેમિકલ ઉદ્યોગો છે.

READ ALSO

Related posts

વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ  બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો

Nakulsinh Gohil

અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો

Nakulsinh Gohil

વિવાદ ઉકેલાયો / કેજરીવાલ સરકારને મળી મોટી રાહત, કેન્દ્રીય ગૃહમંત્રાલયે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવા આપી મંજૂરી

HARSHAD PATEL
GSTV