GSTV
Budget 2023 Business Budget 2023 ટોપ સ્ટોરી

Union Budget 2023 India: ઈલેક્ટ્રિક કારો થશે સસ્તી…જાણો ઑટો સેક્ટરને લઈને શું કરાઈ જાહેરાત

Auto Budget 2023: ભારતનું બજેટ 2023 ઑટો ઈન્ડસ્ટ્રી માટે ઘણુંબધું લઈને આવ્યું છે. જેનો લાભ આવનારા સમયમાં જોવા મળશે, આ બજેટ મારફતે સરકાર પ્રદૂષણને ઓછું કરવાથી લઈને, ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સુધીનો ભરપૂર પ્રયાસ છે.

ખાસ વાતો-

વ્હીકલ રિપ્લેસમેન્ટ
રિપ્લેસિંગ વ્હીકલ, પ્રદૂષણ વધારનારા વાહન બદલવા કે સ્ક્રેપ કરવા, ગ્રીન માહોલ માટે જરૂરી છે.
રાજ્યને સહાયતા આપવામાં આવશે, જેથી જૂના વાહનોને રિપ્લેસ કરી શકાય.
તેના માટે જૂની એમ્બ્યુલેન્સોને પણ બદલવામાં આવશે, જેથી પ્રદૂષણને ઓછું કરવામાં મદદ મળી શકે.
ઑટોમોબાઈલ સસ્તા થશે.

-બજેટમાં ઑટો સેક્ટર માટે મોટી વાતો-

બજેટ 2023માં ઑટો સેક્ટર માટે નાણામંત્રી દ્વારા ઑટો સેક્ટર માટે મોટી વાતો કહેવામાં આવી છે. જેમાં વ્હીકલ રિપ્લેસમેન્ટને પ્રાધાન્યા આપવામાં આવશે. વ્હીકલ રિપ્લેસમેન્ટમાં જૂના વાહનોને સ્ક્રેપ મારફતે નાશ કરવામાં આવશે. જેનો સૌથી મોટો ફાયદો પ્રદૂષણને ઓછું કરવામાં મળશે. જેમાં ગ્રીન માહોલ તૈયાર કરવામાં મદદ મળશે.

બીજી મોટી વાત, કેન્દ્ર સરકાર રાજ્યોને મદદ કરશે. જેનાથી રાજ્ય પણ જૂના થઈ ચૂકેલા વાહનોને નવા વાહનોથી બદલી શકે. આ તે બજેટનો એક મહત્વનું પગલું છે. જેમાં વર્તમાનમાં હાલની જૂની એમ્બ્યુલેન્સોને બદલવામાં આવશે, જે પ્રદૂષણને વધવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. તેનાથી ઘણી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી શકે છે.

ત્રીજી, 2023ના કેન્દ્રીય બજેટમાં ઑટોમોબાઈલના સસ્તા થવાનું પણ એલાન કરવામા આવ્યું છે. જેનો સીધો ફાયદો સામાન્ય વ્યક્તિના ખીસ્સા પર પડશે અને દેશમાં ઉત્પાદનની ક્ષમતાને વધારી શકાશે.

ચોથી, ઈલેક્ટ્રિક વાહનો તરફ સરકારનું ખૂબ જ સકારાત્મક વલણ જોવા મળ્યું છે. આ બજેટ મારફતે સરકારનો પ્રયાસ રહેશે કે, ઈલેક્ટ્રિક વાહનોની કિંમતોને વ્યાજબી રાખીને વધારે ગ્રાહકોને ઈલેક્ટ્રિક વાહનો તરફ વાળવામાં આવે.

READ ALSO

Related posts

કોરોના ગયો નથી ત્યાં બીજું મોટું સંકટ!, આ દેશમાં માનવીને બર્ડ ફ્લૂ થયાનો પહેલો કેસ મળતા તંત્ર દોડતું થયું

Kaushal Pancholi

મુસીબતનું માવઠું! ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાશે

pratikshah

ફિલિપાઈન્સ / 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગતા 12 જીવતા ભડથું, મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ

Kaushal Pancholi
GSTV