ભાવનગર શહેરમાં બજેટ બાબતે જુદા જુદા ક્ષેત્રના આગેવાનો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. જેમાં ઇન્કમટેક્સ કન્સલ્ટ દ્વારા જણાવાયું હતું કે, સરકાર દ્વારા ટેક્સનું જે માળખું બનાવવામાં આવ્યું તે મધ્યમ વર્ગ માટે ખૂબ જ લાભકારી રહેશે.
ત્યારે વેપારી એસોસિએશનના આગેવાને જણાવ્યું હતું કે, બજેટમાં ભાવનગર માટે ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તે આ બજેટમાં પૂરી થઈ નથી. આ ઉપરાંત અલંગના વેપારીએ જણાવ્યું હતું કે હાલ અલંગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે, તે અંગે અનેક રજૂઆતો થઈ અને બજેટમાં પણ લોકોને અપેક્ષા હતી કે કઈક રાહતો મળશે પરંતુ તેના પર પાણી ફરી વળ્યું છે.

વડોદરાના ઉદ્યોગજગતે કેન્દ્રીય બજેટને આવકાર્યું
વડોદરાના ઉદ્યોગજગતે કેન્દ્રીય બજેટને આવકાર્યું છે. કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સિતારમને આજે રજૂ કરેલા બજેટ બાદ વડોદરાના ઉદ્યોગ જગતના સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રિઝે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ઉદ્યોગોને આ બજેટથી સીધો નહીં પણ આડકતરી રીતે ફાયદો થશે.
ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રિઝના પ્રમુખ અભિષેક ગંગવાલનું કહેવુ હતુ કે, ગુજરાતના ઉદ્યોગોએ જે આશા રાખી હતી તેટલી તો પૂરી નથી થઈ પણ સરકારે ઉદ્યોગો પર કોઈ પણ રીતે નવો ટેક્સ નથી નાંખ્યો તે પણ એક રીતે ફાયદો છે. ગયા બજેટ કરતા આ વખતના બજેટમાં કોઈ ઝાઝો ફેર દેખાયો નથી. ઉદ્યોગો માટેનો ચેન્જ ઈઝ..ગૂડ ચેન્જ જેવી સ્થિતિ છે.
READ ALSO
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર