ટેક્સપેયર્સના હાથમાં વધારે પૈસા રાખવા માટે નાણામંત્રાલય બજેટ 2021માં મોટું એલાન કરી શકે છે. આ બાબતમાં બજેટમાં નાણા મંત્રાલય વર્ષના 80 હજાર રૂપિયા સુધી ટેક્સમાં રાહતનું એલાન કરી શકે છે.

ટેક્સ લાયાબિલિટીમાં 50થી 80 હજાર રુપિયા સુધીની રાહતની જાહેરાત કરી શકે
માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ બજેટ એક્સરસાઈઝમાં ચર્ચાના આધારે આ બાબતની માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ બાબતની ભરપૂર સંભાવના છે કે કુલ ટેક્સ લાયાબિલિટીમાં 50થી 80 હજાર રુપિયા સુધીની રાહતની જાહેરાત કરી શકે છે. આ માટે કેન્દ્ર સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ વધારવાનું એલાન કરી શકે છે.
બચતને વેગ આપવા ટેક્સ સ્ટ્રક્ચરમાં 3 ટેક્સ સ્લેબલને જોડ્યા હતા
સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ તે હોય છે. જે કોઈ વ્યક્તિની ટેક્સેબલ ઈન્કમમાંથી ઘટાડ્યા બાદ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. આ પ્રકારે તે ઈન્કમ ઘટી જાય છે. જેના પર ટેક્સ ચૂકવવાનો હોય છે. નાણામંત્રી સીતારમને બજેટ 2020માં બચતને વેગ આપવા ટેક્સ સ્ટ્રક્ચરમાં 3 ટેક્સ સ્લેબલને જોડ્યા હતા.

સ્ટાન્ડર્ડ ડિડક્શની લિમિટ વધારીને 1 લાખ રૂપિયા સુધી કરી શકાય
મીડિયા રિપોર્ટમાં ફિક્કીના હવાલેથી જણાવાયું હતું કે સ્ટાન્ડર્ડ ડિડક્શની લિમિટ વધારીને 1 લાખ રૂપિયા સુધી કરી શકાય છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે સેલેરાઈઝ લોકોના ઘર પર જ ઓફિસ જેવી વ્યવસ્થા કરવા માટે ખર્ચા ઉઠાવવા પડે છે. ફિક્કી એ કહ્યું કે કેન્દ્ર સરકારના સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ વધારવી જોઈએ.
મોંઘવારી દર વધવાને કારણે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ વધારવી જોઈએ
કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈડસ્ટ્રી (CII) નું પણ કહેવું છે કે મોંઘવારી દર વધવાને કારણે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ વધારવી જોઈએ. આ રિપોર્ટમાં એક એક્સપર્ટના હવાલેથી પણ કહેવાયું હતું કે મહામારી વચ્ચે સુસ્ત અર્થવ્યવસ્થા વચ્ચે ટેક્સપેયર્સને પણ સરકાર પાસેથી ખાસ જાહેરાતની આશા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય