ચૂંટણી પંચ અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. મતગણતરી શરૂ થાય તે પહેલા અરવલ્લીના મોડાસાના જીઈસી મતગણતીર કેન્દ્ર પરથી બિનવારસી બેલેટ પેપર મળી આવ્યું છે. મહત્વનું છે આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પરથી મતગણતરી શરૂ થઈ રહી છે ત્યારે તંત્રની આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. આજે પરિણામ જાહેર થશે. ચૂંટણીપંચ દ્વારા પરિણામને લઈને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે આઠ વાગ્યાથી જ રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરુ થશે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. ત્યાર બાદ સાડા આઠ વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે EVMના મતોની ગણતરી શરૂ થશે. એમ ચૂંટણી અધિકારી પી. ભારતીએ મીડિયાને જણાવ્યું હતું. રાજ્યમાં બે તબક્કાની ચૂંટણી અને આજે ઢોલ કોના નામે વાગશે તે નક્કી થવાનું છે. કેમ કે, ચૂંટણીના ક્લાઈમેક્સ બાદ આજે ચૂંટણી પરિણામ જાહેર થવાના છે.
રાજ્યમાં 37 સેન્ટરો પરથી મતગણતરી આઠ વાગ્યાથી હાથ ધરાશે, જેમાં 1 હજાર 621 ઉમેદવારનું ભાવિ હાલ સ્ટ્રોંગ રૂમમાં કેદ છે. અમદાવાદમાં ત્રણ ઠેકાણે આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લામાં એક-એક કેન્દ્ર પર મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યની કુલ 182 બેઠક માટે બે તબક્કામાં મતરાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલી ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક માટે આશરે 63.14 ટકા મતદાન થયુ હતુ. તો બીજા તબક્કાની ચૂંટણીમાં 14 જિલ્લાની 93 બેઠક પર 64.39 ટકા મતદાન થયુ હતુ. મતગણતરી દરમ્યાન મતગણતરી કેન્દ્ર પર સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. ચૂંટણી પરિણામ પહેલા ભાજપે પૂર્ણ બહુમતનો દાવો કર્યો છે. તો કોંગ્રસ પ્રમુખ જગદીશ ઠાકોરે 125 બેઠક જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
READ ALSO
- છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ
- મુંબઈ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સવારથી કમોસમી વરસાદ, દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
- Hair Care Tips/ વાળમાં નથી તકતો ડાયનો કલર, અજમાવો મહેંદી સાથે જોડયેલ આ 3 ઉપાય
- મૂંઝાયેલા મમતાનો ઘૂંટાયેલો ઘૂંઘવાટ, ‘જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા હશે તો કોઈ પણ મોદી પર પ્રહાર નહીં કરી શકે’
- VIDEO/ IPL પહેલા શિખર ધવન બન્યો ‘સિંઘમ’, પંજાબના કેપ્ટને બોલરોને બદલે ગુંડાઓને ધોઈ નાખ્યા