GSTV
Home » News » દિલ્હી: અક્ષરધામ મંદિરની પાસે ધોળાદિવસે પોલીસ ઉપર બદમાશો ફાયરિંગ કરી ફરાર

દિલ્હી: અક્ષરધામ મંદિરની પાસે ધોળાદિવસે પોલીસ ઉપર બદમાશો ફાયરિંગ કરી ફરાર

દિલ્હીના અતિ સંવેદનશીલ વિસ્તાર અક્ષરધામ મંદિરની પાસે રવિવારે સવારે બદમાશો અને પોલીસની વચ્ચે અથડામણ થઈ હતી. વાસ્તવમાં પોલીસની પાસે સૂચના મળી હતીકે, એક ગેંગ જે ગાડીમાં બેસીને સવારીઓની સાથે લૂટફાટ કરે છે.

આ ગેંગ આજે ફરી અહી આવશે. ત્યારબાદ પોલિસે અક્ષરધામ મેટ્રો સ્ટેશનની પાસે ટ્રેપ લગાવી હતી. અને જ્યારે આ ગેંગ પોતાની સિયાઝ કારમાં બુમો પાડીન સવારીને બેસાડી રહી હતી. ત્યારે પોલીસે તેમને પકડવાના પ્રયાસો કર્યા હતા.

આ દરમ્યાન બદમાશોએ પોલીસ પર ફાયરિંગ કર્યુ હતુ. પોલીસે પણ બદમાશો ઉપર ગોળી ચલાવી હતી પરંતુ બદમાશો ભાગવામાં સફળ રહ્યા હતા.

પોલીસ મુજબ બદમાશોની ઉપર પોલીસે એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતુ. પરંતુ ભીડનો ફાયદો ઉઠાવીને ગેંગ ભાગવામાં સફળ રહી હતી. પોલીસ મુજબ, આ ગેંગ આ રીતે પાછલા થોડા દિવસથી લૂંટની વારદાતને અંજામ આપી ચૂકી છે. હાલમાં પોલીસ બદમાશોની શોધ કરી રહી છે.

READ ALSO

Related posts

સલામત સવારીની પર્યાય સમાન ST બની અસલામત, ચાલુ બસનું ટાયર જ નીકળી ગયું

Mayur

એક જ કાગળ પર બે ઈમેજ પ્રિન્ટ કરવી છે, તો અપનાવો આ સરળ ટીપ્સ

Arohi

ટ્રમ્પના એરફોર્સ વનની દેખરેખની જવાબદારી ભારતના બે ઘાતક પ્લેનને સોંપાઈ, એરફોર્સ પૂર્ણ પાડશે સુરક્ષા કવચ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!