યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ(UNICEF)એ બાળ વિવાહને લઈને એક અભ્યાસ કર્યો છે. જેમાં સામે આવ્યુ છેકે, દુનિયાભરમાં લગભગ 115 મિલિયન એટલેકે 11 કરોડ 50 લાખ બાળકોનાં બાળ વિવાહ થયા છે. જેમાં 5માંથી 1 બાળકનાં લગ્ન 15 વર્ષથી ઓછી ઉંમરમાં થયા છે.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, યુનિસેફે લગભગ 82 દેશોના ડેટાનો અભ્યાસ કર્યો છે. જેમાં આ ખુલાસો કરાયો છેકે, સૌથી વધારે દેશોમાં બાળ વિવાહ છોકરાઓની વચ્ચે પ્રચલિત છે. આ વિસ્તારોમાં ઉપ સહારા આફ્રિકા અને કેરેબિયન, દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા અને પેસિફિકનો સમાવેશ થાય છે.

યુનિસેફના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર હેનરિએટા ફોરે રજૂ કરેલાં નિવેદનમાં કહ્યુ છેકે, લગ્ન બાળપણને ખત્મ કરી નાંખે છે. બાળ વરરાજાને વયસ્ક જવાબદારીઓ લેવા માટે મજબૂર કરાય છે. જેના માટે તેઓ તૈયાર હોતા નથી. વહેલાં લગ્ન થયા હોવાને કારણે તેઓ પિતા પણ વહેલા બની જાય છે.

જેના કારણે તેઓ શિક્ષા ગ્રહણ કરવાની જગ્યાએ રોજગારના અવસર શોધવા મજબૂર બને છે. તાજા આંકડાઓમાં બાળ વરરાજા અને બાલિકા વધુઓની કુલ સંખ્યા 765 મિલીયન એટલેકે લગભગ 70 કરોડ 65 લાખ દેખાડવામાં આવી છે. યૂનિસેફના અભ્યાસ મુજબ 20થી 24 વર્ષની મહિલાઓના લગ્નનાં આંકડામાં 5માંથી 1 મહિલાના લગ્ન 18 વર્ષની ઉંમર કરતાં વહેલા થઈ ગયા હતા.

તેની સરખામણીએ 30 પુરૂષોમાં એક એવો હોય છે, જેના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલાં જ થઈ જાય છે. યૂનિસેફના અભ્યાસમાં સામે આવ્યુ છેકે, સૌથી વધારે બાળ વિવાહ ગ્રામીણ વિસ્તાર અને ગરીબોમાં થાય છે. જે લોકો બહુજ શિક્ષિત હોતા નથી.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ