GSTV

અવાજના જાદુગર મન્ના ડેનો એક અજાણ્યો કિસ્સો, આ સુપર સ્ટાર માટે હતી દિવાનગી

Last Updated on October 25, 2020 by Ankita Trada

હિન્દી ફિલ્મોના મહાન સિંગર મન્ના ડેની આજે પૂણ્યતિથી છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા મન્ના ડે એક જમાનામા રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર અને અશોક કુમાર માટે પ્લે બેક આપતા હતા. પરંતુ તેઓ ખુદ એક સુપર સ્ટારના દિવાના હતા.
મન્ના ડેએ એ સમયે હિન્દી ફિલ્મોમાં પ્લે બેક આપવાની શરૂઆત કરી હતી જ્યારે મોહમ્મદ રફી, મુકેશ અને કિશોર કુમારનો દબદબો રહેતો હતો. જોકે તેમને પોતાનું સ્થાન જમાવવામાં કોઈ તકલીફ પડી નહી કેમ કે તેમની રેન્જ ઘણી ઉંચી હતી. રફી સાહેબ તો તેમના વિશે એમ કહેતા હતા કે ભલે દેશવિદેશમાં મારા લાખો-કરોડો ફેન્સ હશે પરંતુ હું ખુદ મન્ના ડેનો ફેન છું. તેમના અવાજમાં જે જાદુ છે તે અન્ય કોઈનામાં નથી.

મારા ગીતો સફળ થઈ જતા હતા

બીજી તરફ મન્ના ડેના પસંદગીના કલાકાર રાજેશ ખન્ના હતા. તેમનું કહેવું હતું કે રાજેશ ખન્ના મારા ગીતો પડદા પર એવી રીતે લિપ સિંગ કરતા હતા જાણે તેઓ ખુદ ગાઈ રહ્યા હોય તેમ લાગતું હતું. તેથી જ મારા ગીતો સફળ થઈ જતા હતા.
રાજેશ ખન્નાની સુપર હિટ ફિલ્મ આનંદમાં જીંદગી કૈસી હૈ પહેલી સોંગ મન્ના ડેએ રાજેશ ખન્ના માટે ગાયું હતું. ચાર હજારથી વધારે ગીત ગાનારા મન્ના ડેનું અસલી નામ પ્રબોધ ચંદ્ર ડે હતું અને ઘરમાં તેમને મન્ના કહીને બોલાવવામાં આવતા હતા.

મન્ના ડે ગાયક બની ગયા

તેમના સ્કૂલના દિવસોમાં તેઓ ગાવા માટે નહીં પરંતુ અન્ય કલા માટે જાણીતા હતા. તેઓ લોકોની નકલ ઉતારવામાં માસ્ટર હતા. એક વાર સંગીત શિક્ષકન નકલ કરતા હતા અને પકડાઈ ગયા ત્યારે શિક્ષકે તેમને કહ્યું હતું કે તારો અવાજ સારો છે તો તેનો ઉપયોગ તું ગાવામાં કેમ કરતો નથી અને મન્ના ડે ગાયક બની ગયા. તેઓ કિશોરકુમારના પરમ મિત્ર હતા. કિશોરકુમાર તેમની મજાક કરતા રહેતા હતા. બંનેએ શોલેમાં યે દોસ્તી હમ નહી તોડેંગે અને પડોશનમાં એક ચતુર નાર જેવા યાદગાર સોંગ ગાયા હતા.

READ ALSO

Related posts

મલાઈકા ફરી ચડી કેમેરાની નજરે : ટોપ અને ટાઈટ લેગિંગમાં વિખેરી આ અભિનેત્રીએ પોતાની અદાઓ, ક્યારેય નથી ચૂકતી વર્કઆઉટ રૂટિન

Zainul Ansari

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!