GSTV
Gujarat Government Advertisement

ચેતવણી / આવનારા સમયમાં આ ખાસ પ્રકારના ચલચિત્રો બની શકે છે ‘મહામારી’, તજજ્ઞોએ જાહેર કર્યો ખતરો

Last Updated on June 11, 2021 by Karan

આજથી ત્રણ દશકા પહેલા લોકોની પાસે ઈન્ટરનેટ નહોતું એવામાં અશ્લિલ કલ્ચર ના બરાબર હતું. જો કે જેમ જેમ દુનિયામાં ટેકનોલોજીનો વધારો થતો ગયો. તે જ સમયે પોર્ન કલ્ચરની દુનિયા પણ વિકસિત થઈ. હવે એક પ્રમુખ કાનુની નિષ્ણાંતે દાવો કર્યો છે કે ડીપફેક પોર્નોગ્રાફી આવનારા સમયમાં જાતીય શોષણની મહામારી સાબિત થઈ શકે છે.

કેટલાક વર્ષો પહેલાં કોઈ વ્યક્તિનો ચહેરો બદલીને તેની ઈમેજ મોડિફાઈડ કરવાના સમાચારો આવતા હતા. પરંતુ ડિપફેક ટેકનિકથી હવે વીડિયોમાં પણ વપરાઈ રહી છે. જે આવનારા સમયમાં કેટલાય લોકો માટે અને ખાસ કરીને મહિલાઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

unhealthy content

ડિપફેક એક એવી ટેકનોલોજી છે જેમાં કમ્પ્યુટર ટેકનીકનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિના સરીર પર કોઈપણ ચહેરો રાખી શકાય છે. અને આ ટેકનિક એટલી કારગર છે કે એમાં ક્યાંયથી એવું પ્રતિત થતું નથી કે કોઈ વ્યક્તિની બોડી પર બીજી કોઈ વ્યક્તિના ચહેરાનો ઉપયોગ કર્યો છે.

થોડા સમય પહેલા જ્યારે ડીપફેક તકનીક બજારમાં વાયરલ થઈ હતી, ત્યારે ઘણા લોકોને લાગ્યું હતું કે તેનાથી બનાવટી સમાચારના કેસોમાં ઘણો વધારો થઈ શકે છે કારણ કે કોઈ પણ રાજકારણીને તેની ફેક ઇમેજનો ઉપયોગ કરીને કોઈ પણ નિવેદનમાં વાયરલ કરી શકાય છે. જો કે, આ પહેલા પણ, આ તકનીકીના વધુ ખતરનાક પાસાઓ સામે આવવાનું શરૂ થયું.

ડીપફેક્સ નિષ્ણાત હેનરી એજડર આ તકનીકીના વિકાસને ખૂબ નજીકથી અનુસરી રહ્યા છે. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડીપફેક્સનો ક્રેઝ 2017 ની આસપાસ શરૂ થયો હતો. કોઈ વ્યક્તિ એક ઓપન સોર્સ સોફ્ટવેરને શેર કરે છે, આ તકનીક સામાન્ય લોકો માટે થોડી સરળ બનાવવામાં આવી હતી.

Unhealthy content

તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે અગાઉ ડીપફેક્સને જટિલ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને પ્રોગ્રામિંગની આવશ્યકતા હતી, હવે કેટલાક અંશે મોટાભાગના લોકો તે કરી શકે છે પરંતુ પરિણામો કોઈપણ માનવીની કમ્પ્યુટર કુશળતા પર આધારિત છે. તેમણે કહ્યું કે તેનો ખૂબ દુરુપયોગ થઈ શકે છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.

શેફિલ્ડમાં રહેતા હેલેન મોર્ટ લેખક છે. તેણે તેની ડીપફેક તસવીરો બે વર્ષ પહેલા એક પોર્ન વેબસાઇટ પર જોઇ હતી. આ તસવીરો વર્ષ 2017 થી ઇન્ટરનેટ પર હતી. બીબીસી સાથેની વાતચીતમાં હેલેને કહ્યું કે આ તસવીરો જોઈને તે ચોંકી ગઈ હતી.

હેલેને કહ્યું કે મેં આ તસવીરો જોતાંની સાથે જ મારા મગજમાં એક વિચાર આવ્યો કે આખરે મેં એવું શું કર્યું છે કે આ દિવસ વારો આવ્યો. મારો કોઈ દોષ ન હોવા છતાં, મને પોતાને શરમ આવતી હતી.

Absurd films

હેલને એ વાતની સંતુષ્ટ હતી કે તેના ચહેરાનો ઉપયોગ કરીને કોઈએ ડીપફેક વીડિયો બનાવ્યો નથી. તે એવા ફોટાને તો હટાવી ચૂકી છે પરંતુ ઈંગ્લેન્ડમાં ફોટાની સાથે છેડછાડ કરવી અત્યાર સુધી ગુનો મનાતો નથી. એવામાં હેલનને અત્યાર સુધી ખબર નથી પડી કે કોણે તેના ફોટા સાથે છેડખાની કરી છે.

ડરહમ યુનિવર્સિટીના પ્રોફેસર મેક્ગ્લાયને આ મામલે કહ્યું કે ડિપફેકનો શિકાર થયેલા લોકોની સંખ્યા હાલમાં બહુ ઓછી છે. પરંતુ જો અમે તેને લઈને પૂરી રીતે લાપરવાહ રહ્યા તો ભવિષ્યમાં મોટી મુશ્કેલી થઈ શકે છે.

તેમણે આગળ કહ્યું કે જો અમે આ ટેકનિક પર કાબુ નહીં રાખ્યો અને વસ્તુઓને બદલવાના પ્રયાસો નહીં કરી શક્યા તો આ આગળ જતાં એક મહામારીનું રૂપ ધારણ કરી શકે છે. અને તેને શોષણની મહામારી કહેવું ખોટું નહીં હોય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નિષ્ક્રિયતા / હાઈકોર્ટ ટીકા કરે છે, પછી જ અમદાવાદ મ્યુનિના ઓફિસરો કામ કરે છે, આઈએએસ અધિકારીઓ કરે છે શું?

Bansari

બ્લેક ફંગસનો કહેર: મુંબઈમાં 3 બાળકોએ ગુમાવી આંખો, એક બાળકી થઇ ડાયાબિટીઝનો શિકાર

Pritesh Mehta

ષડયંત્ર/ ભારત વિરુદ્ધ સાઇબર જાસૂસી ઓપરેશન ચલાવી રહ્યું છે ચીન, ટેલિકોમ કંપનીઓને બનાવી નિશાન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!