GSTV
Home » News » શેરડી પકવતા ખેડૂતોને સરકારે ફરી વખત કર્યા નિરાશ

શેરડી પકવતા ખેડૂતોને સરકારે ફરી વખત કર્યા નિરાશ

 દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને સરકારે ફરી એક વખત નિરાશ કર્યા છે. તમામ સુગર મિલોએ શેરડીના ટન દીઢ 2 હજારથી વધુ ભાવો જાહેર તો કર્યા છે. પરંતુ આ ભાવો ગત વર્ષની સરખામણીએ 800 થી 1000 રૂપિયા ઓછા હોવાથી ખેડૂતોએ માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

શેરડી પકવતા હજારો ખેડૂતોનું નાણાકીય માળખું સુરત જિલ્લાની છ સુગર મિલો પર ટકેલું હોય છે.પરંતુ  સરકારે હસ્તક્ષેપ કરી સુગર સંચાલકોને બોલાવી 2900ની સ્ટોક વેલ્યુ નક્કી કરી હતી. શેરડીના જાહેર થયેલા ભાવોમાં સરકારની આયાત-નિકાસની કુટનીતિ તેમજ નિકાસની સામે ડ્યુટીમાં વધારાની સીધી અસર પડી હતી.

ગત વર્ષે શેરડીના 3500 થી વધુ ભાવો મળતા ખેડૂતોએ આ વખતે વધુ પાક લીધો હતો.પરંતુ જાહેર થયેલા ભાવો ગત વર્ષની સરખામણીએ 800 થી 1000 ઓછા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ખેડૂતોએ સુગર મિલોમાં મોકલેલ પુરવઠા બાદ ખાંડ બજાર બેસી ગયું હતું. આથી ભાવો નીચા જતા રહેતા ખેડૂતો તેમને 3 હજારથી વધુ ભાવ મળે તે માટે માંગ કરી રહ્યા છે.જો સરકાર તેમની માંગણી નહીં સ્વીકારે તો ખેડૂતોએ ઉગ્ર લડત આપવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!