GSTV
Gujarat Government Advertisement

આયકર વિભાગનો આ નિયમ જાણી લો, નહી તો આપવો પડી શકે છે ભારે ભરખમ 83% સુધીનો Income Tax

Last Updated on August 26, 2020 by pratik shah

ઈનકમ ટેક્સ ચોરી(Income Tax Fraud)ને લઈને સરકાર ઘણી સખ્તી દેખાડી રહી છે. આયકર અધિનિયમની ધારા 69 (A)હેઠળ પાછલા નાણાકીય વર્ષ દરમ્યાન જો તમે તમારા બેંકનાં ખાતામાં કોઈએ એવી મોટી રકમ ટ્રાંસફર કરી છે,જેનાં સોર્સ વિશે તમારી પાસે જાણકારીનથી તો IT વિભાગ તમારી ઉપર ભારે ભરખમ ટેક્સ લગાવી શકે છે.

અંગ્રેજી સમાચારપત્ર મુજબ,આવકવેરા કાયદાની કલમ 69A (Section 69A of Income Tax Act) હેઠળ જો કોઈ વ્યક્તિ પૈસા, સોનું, ઝવેરાત અથવા અન્ય કિંમતી ચીજોનો માલિક હોવાનું માલુમ પડે છે અને તેનો રેકોર્ડ તે વ્યક્તિ પાસે નથી અને જો તે આ વિશે કોઈ સ્પષ્ટીકરણ આપી શકશે નહીં, તો તે કરદાતા તરીકે ગણવામાં આવશે. આટલું જ નહીં, જો આવકવેરા આકારણી કરનાર અધિકારી તમારી મિલકતને લગતા કોઈપણ સવાલથી સંતુષ્ટ ન હોય, તો તે રકમ આવક તરીકે ગણવામાં આવશે અને તેના પર કર ચૂકવવાપાત્ર રહેશે.

આવી Unexplained Amount પર 83.25 ટકાના ઉંચા દરે ટેક્સ વસૂલવામાં આવે છે. આ 83.25% માં 60% ટેક્સ, 25% સરચાર્જ અને 6% દંડ શામેલ છે. જો કે, જો કેશ ક્રેડિટ પહેલાથી જ આવકમાં શામેલ થઈ ગઈ છે અને તેના પર ટેક્સ ભરવામાં આવ્યો છે, તો 6 ટકા દંડ લાગુ કરવામાં આવશે નહીં.

આ ઉપરાંત, જો કરદાતાના બેંક ખાતામાં પૈસા, સોના અથવા અન્ય કોઈ કિંમતી ચીજો સિવાય કેશ ક્રેડિટ હોય અને તેનું સ્પષ્ટીકરણ આપી શકતા નથી અથવા ટેક્સ ઓથોરિટી સ્પષ્ટતાથી સંતુષ્ટ નથી, તો પણ તેણે 83.25 ટકાનાં ઉંચા દરે ટેક્સ ચૂકવવો પડશે.

ચાલુ નાણાકીય વર્ષમાં 24.64 લાખ કરદાતાઓને આવકવેરા રીફંડ

બીજી તરફ, આવકવેરા વિભાગે શુક્રવારે કહ્યું કે તેણે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 24 લાખથી વધુ કરદાતાઓને 88,652 કરોડ રૂપિયાથી વધુના રિફંડ જારી કર્યા છે. જેમાં 23.05 લાખ કરદાતાઓને આપવામાં આવેલા 28,180 કરોડ રૂપિયાના વ્યક્તિગત આવકવેરા (પીઆઈટી) અને 1.58 લાખથી વધુ કરદાતાઓને આપવામાં આવેલા રૂ.60,472 કરોડનો કોર્પોરેટ ટેક્સ શામેલ છે.

આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું, ‘સીબીડીટીએ 1 એપ્રિલ, 2020 થી 24.64 લાખથી વધુ કરદાતાઓને 88,652 કરોડ રૂપિયાથી વધુના રિફંડ જારી કર્યા છે. કુલ 23,05,726 મામલાઓમાં 28,180 કરોડની આવકવેરા રિફંડ જારી કરવામાં આવ્યા છે અને 1,58,280 મામલાઓમાં રૂ. 60,472 કરોડના કોર્પોરેટ રિફંડ જારી કરાયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!